Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સરકાર સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં :તમામ પ્રભારી, અધ્યક્ષ, દિગ્ગજ નેતાઓને કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું

દિલ્લીમાં AICC કાર્યાલય ખાતે મહત્વની બેઠક: 28 ઓગસ્ટની કોંગ્રેસની મહારેલીની તૈયારી : મોંઘવારી અને બેરોજગારી વિરોધી રેલીમાં મોટી ભીડ એકત્ર કરવા રણનીતિ

નવી દિલ્હી : આગામી ચુંટણીને લઈ તમામ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. આ તરફ હવે 28 ઓગસ્ટની કોંગ્રેસની મહારેલીની તૈયારીને લઇ કોંગ્રેસ દ્વારા આજે સાંજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. વિગતો મુજબ આજે સાંજે 5:30 વાગ્યે દિલ્લીમાં AICC કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાનાર છે. જેમાં અશોક ગેહલોત,ભૂપેશ બઘેલ, પ્રભારી, અધ્યક્ષ, ધારાસભ્ય દળના નેતાઓ સહીતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે દિલ્હીમાં પોતાની તાકાત બતાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી અને પડોશી રાજ્યો 28 ઓગસ્ટે રામલીલા મેદાનમાં મોંઘવારી અને બેરોજગારી વિરોધી રેલીમાં ભીડને એકત્ર કરી વિરોધ કરશે. જેની તૈયારીના ભાગરૂપે આજે એટલે કે 18 ઓગસ્ટે દિલ્હી માં AICC કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાનાર છે.

, આગામી 28 ઓગસ્ટે દિલ્હી અને પડોશી રાજ્યો રામલીલા મેદાનમાં મોંઘવારી અને બેરોજગારી વિરોધી રેલીમાં ભીડને એકત્ર કરી વિરોધ કરશે. રેલીમાં ભીડ એકઠી કરવાની મોટી જવાબદારી રાજસ્થાનને મળવા જઈ રહી છે. રાજસ્થાન એ કોંગ્રેસ શાસિત રાજ્ય છે જે દિલ્હીની નજીક છે. સાથે જ દિલ્હી-હરિયાણા જેવા રાજ્યોના નેતાઓને પણ ટાર્ગેટ આપવામાં આવી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલમાં મોંઘવારીને મોટો મુદ્દો બનાવવામાં આવશે.

કોંગ્રેસ હાઇકમાન્ડની આ બેઠકમાં દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને હિમાચલના પ્રદેશ પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના પ્રભારીઓ પણ હાજર રહેશે. આ સાથે અશોક ગહેલોત, ભુપેશ બઘેલ તમામ મહાસચિવ રહેશે ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોંગ્રેસ મોંઘવારીના વિરોધને લઇ તૈયારી અંગે બેઠક કરશે.

(1:15 am IST)