Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમેરિકન એડલ્ટ સ્ટાર પર 21 મહિલાઓએ લગાવ્યા દુષ્કર્મનાં આરોપ : લિયાન યંગે અનેક ખુલાસા કર્યા

કિંગ ઓફ પોર્નના નામથી જાણીતા રોન જેરેમી પર આરોપ લગાવતા લિયાન યંગે કહ્યું - મિત્રો સાથે નાઇટક્લબમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો

નવી દિલ્લી તા.18 : કિંગ ઓફ પોર્નના નામથી જાણીતા અમેરિકન એડલ્ટ સ્ટાર રોન જેરેમી પર 21 મહિલાઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જેરેમી હાલ જેલમાં છે. હવે તેના પર દુષ્કર્મ અને ગંભીર યૌન શોષણના કુલ 34 આરોપો પર કેસ ચાલવાનો છે. આ દરમિયાન 69 વર્ષીય જેરેમી સામે જુબાની આપનાર લિયાન યંગે અનેક ખુલાસા કર્યા છે. લિયાન યંગે જણાવ્યું કે આ મામલો વર્ષ 2000નો છે. તે તેના મિત્રો સાથે નાઇટક્લબમાં પાર્ટી કરી રહી હતી. આ દરમિયાન જેરેમીએ ઘણા લોકોની સામે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

લિયાન સાથેની આ ઘટના તેના મિત્રોની સામે બની હતી, આમ છતાં તેને જેરેમી સામે ફરિયાદ ન કરવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે 'રોન આવો જ છે'. મીડિયા સાથેની વાતચીતમાં લિયાન યંગે જણાવ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રી રોનને બચાવતી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે પોલીસ તેના ખિસ્સામાં જ રહેતી હતી. તેથી ફરિયાદનો કોઈ ફાયદો થતો નથી. ત્યારે લોકો રોનની પૂજા કરતા હતા, માણસો તેને ભગવાન માનતા હતા. પણ તે રાક્ષસ હતો.

Porn King: The Rise and Fall of Ron Jeremy નામની ડોક્યુમેન્ટરીમાં 47 વર્ષીય પીડિત લિયાન યંગે વધુ ઘણા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે એક પૂર્વ એડલ્ટ સ્ટાર પર તેના 21માં જન્મદિવસના દિવસે દુષ્કર્મ થયો હતો. 26 વર્ષની મિત્રતા બાદ મહિલા પર હુમલો થયો હતો.

લિયાન માને છે કે ત્યાં "હજારો" પીડિતો છે અને તેઓ હજી આગળ આવ્યા નથી. તેની સાથે બનેલી ઘટના અંગે લીઆને જણાવ્યું હતું કે, તે સમયે તેની ઉંમર 23 વર્ષની હતી. તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. ઘટનાના દિવસે, તે લોસ એન્જલસના હાઉસ ઓફ બ્લૂઝ ક્લબમાં મિત્રો સાથે નાઇટ-આઉટ માટે ગઈ હતી. "હું બિયર પી રહી હતી, બેન્ડનું પરફોર્મન્સ જોતી હતી, મારા મિત્રો અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન મને પાછળથી ધક્કો મારવામાં આવ્યો હતો, મારું પીણું પડી ગયું હતું અને અચાનક મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ ટોળામાં ગાયબ થઈ ગયા હતા. હું માત્ર રડી રહી હતી. હું એકદમ આઘાતમાં સરી પડી.

લિઆને 2000માં એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી
લિયાન આ કેસમાં ન્યાય માટે લગભગ બે દાયકા સુધી રાહ જોઈ રહી છે. તેણે જેરેમીની ધરપકડને આનંદની ક્ષણ ગણાવી હતી. પરંતુ જેલમાં હોવા છતાં જેરેમી હજુ પણ તેમના પર ખૂબ જ અત્યાચાર ગુજારી રહ્યો છે. જેરેમીએ તમામ 21 પીડિતો માટે અલગ અલગ જ્યુરીની માંગ કરી છે. આ ઉપરાંત બીમારીનો દાવો કરીને તે સતત ટ્રાયલની તારીખ વધારવાનો પ્રયાસ કરે છે. "છેલ્લાં બે વર્ષથી, જેરેમી અમને અમને ત્રાસ આપી રહ્યો છે. તેની હરકતોએ મને 20 વર્ષથી કેદ કરી છે અને તે હજી પણ અમને કંટ્રોલ કરી રહ્યો છે. 2000માં પોતાના પર થયેલા હુમલા બાદ લિઆને એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

જેરેમીનું અસલી નામ રોન હયાત છે. તેમણે પોતાની એડલ્ટ કારકિર્દીની શરૂઆત વર્ષ 1979માં કરી હતી. એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી વખતે તે ઘણો લોકપ્રિય થયો હતો. સૌથી વધુ ફિલ્મોનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેણે 2000 હજારથી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ભૂતપૂર્વ પોર્ન સ્ટાર જિંજર લિનનું માનવું છે કે જેરેમી એ તેના પર સૌથી પહેલા દુષ્કર્મ ગુજાર્યો હતો. તેમણે કહ્યું કે 1983માં જેરેમીએ હવાઇની એક હોટલમાં તેમના પર હુમલો કર્યો હતો. પછી તે બીચ પર તેના મંગેતર સાથે પોતાનો 21 મો જન્મદિવસ ઉજવી રહી હતી. તે ચેન્જ કરવા માટે બાથરૂમમાં ગઇ હતી, આ દરમિયાન જેરેમીએ તેના પર હુમલો કર્યો હતો. જિંજર લિનના આરોપોને કારણે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ અભિનેત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, સમય જતાં, ઘણી વધુ મહિલાઓ આગળ આવવા લાગી અને જેરેમી સામે જાતીય હુમલોના કિસ્સાઓ વધ્યા.

વર્ષ 2017માં પહેલી વખત જેરેમી સામે કોઇ ખુલ્લેઆમ બહાર આવ્યું હતું. ત્યારે યૂટ્યૂબર જિંજર બેન્ક્સે 10 મિનિટની એક વીડિયો ક્લિપ શેર કરી છે. તેમાં તેમણે જેરેમી પર દુષ્કર્મ અને યૌન શોષણના મુખ્ય મામલાઓ વિશે જણાવ્યુ હતું. ત્યારબાદ એલએ ટાઇમ્સે આ મામલાની તપાસ કરી હતી. આ પછી, અમેરિકન વકીલોએ તેની સામે કેસ દાખલ કર્યો હતો. જેરેમીની ઓગસ્ટ 2021 માં ધરપકડ કરવામાં આવી હતી.

(11:45 pm IST)