Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પટનામાં કોચિંગમાંથી ઘરે પાછી ફરતી કિશોરી ઉપર ગોળીબાર

બિહારના પટનાની ચોંકાવનારી ઘટના : પહેલાથી જ રાહ જોઈ રહેલા એક યુવકે તેને પાછળથી ગોળી મારી દીધી હતી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

પટના, તા.૧૮ : બિહારની રાજધાની પટના ખાતે બુધવારના રોજ સવારે એક ૧૫ વર્ષની વિદ્યાર્થીનીને એક યુવકે ગોળી મારી દીધી હતી. આ વિદ્યાર્થીની બેઉર પોલીસ સ્ટેશન ખાતેના સિતારા વિસ્તારના પોતાના કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે પહેલાથી જ રાહ જોઈ રહેલા એક યુવકે તેને પાછળથી ગોળી મારી દીધી હતી. આ ઘટનાની ભયાનક તસવીરો ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બેઉર પોલીસ સ્ટેશન ખાતેના સિતારાના ઈન્દ્રપુરી વિસ્તારની છે.

પોલીસે કહ્યું હતું કે, ફાયરિંગની ઘટના પ્રેમપ્રકરણ સાથે જોડાયેલી  છે. ગોળીછોકરીનાગળામાંફસાઈગઈછે. આથી છોકરીના પરિવારજનોએ તેને બાયપાસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરતી આ છોકરીની હાલત નાજુક છે અને તે જીવન સામે લડી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પટનાના બેઉર પોલીસ સ્ટેશન ખાતેના સિપારાના ઈન્દ્રપુરી વિસ્તારમાં ગઈકાલે શાકભાજીનુ વિક્રેતાની પુત્રીને ગોળી મારવામાં આવી હતી. ગળામાં ગોળી વાગવાથી બાળકી ઘાયલ થઈ ગઈ હતી. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલાને પ્રેમપ્રકરણનો કહેવામાં આવી રહ્યો છે.

(7:16 pm IST)