Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મધ્યપ્રદેશના શિવપુરીમાં બ્રાહ્મણો વિષે અભદ્ર ટિપ્પણી : બીજેપી નેતા પ્રિતમ લોધી વિરુદ્ધ કોર્ટ કેસ

શિવપુરી : ગઈકાલે ભાજપના નેતા પ્રીતમ લોધીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ભાજપના નેતા પ્રીતમ લોધી સ્ટેજ પરથી બ્રાહ્મણ સમાજ પર અભદ્ર ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા.

મધ્યપ્રદેશના શિવપુરીમાં બીજેપી નેતા પ્રિતમ લોધી દ્વારા બ્રાહ્મણો પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને તાત્કાલિક કાર્યવાહી સામે આવી છે.ભાજપ સરકાર અને સંગઠનની દરમિયાનગીરી બાદ ભાજપના નેતા પ્રિતમ લોધી વિરુદ્ધ રણૌદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. શિવપુરી જિલ્લો પોલીસ સ્ટેશનમાં પ્રીતમ લોધી વિરુદ્ધ કલમ 153A,505 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:54 pm IST)