Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વરસાદની મોસમમાં હિરોઇનો ઉપયોગમાં લે તેવા ફેશનેબલ કપડાનો ઉપયોગ કરી શકોઃ સ્‍ટાઇલ અને કમ્‍ફર્ટનો સંગમ થાય

કપડાની પસંદગીમાં મહિલાઓ ખૂબ જ કન્‍ફયુઝ હોય છે

મુંબઇઃ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ગરમા ગરમ ભજિયા અને ચાની આ મોસમમાં મહિલાઓ ખૂબ જ કન્ફયુઝ હોય છે. જેનું કારણ છે કપડાંની પસંદગી. આ ઋતુમાં કેવા કપડાં પહેરવા જેથી સ્ટાઈલ અને કમ્ફર્ટનો સંગમ થાય એ સવાલ સૌને રહેતો હોય છે. જેનો જવાબ આજે અમે તમને આપીશું. જાણીશું મોન્સૂનમાં આપણા સેલેબ્સ કેવી રીતે પોતાને સ્ટાઈલ કરે છે.

કેટની કેઝ્યુઅલ સ્ટાઈલ

પાર્ટી ઈવનિંગ માટે તમે કેટરીનાની જેમ ની લેન્થ ડ્રેસ મિનિમલ એસેસરીઝ સાથે પસંદ કરી શકો છો. જે સ્ટાઈલિશ પણ છે અને કમ્ફર્ટેબલ પણ.

પ્રસંગમાં જ્હાન્વીની સ્ટાઈલ અપનાવો

જો તમે આ સમયે કોઈ પ્રસંગમાં જઈ રહ્યા છો તો જ્હાન્વી કપૂની સ્ટાઈલને ફૉલો કરી શકો છો. જેમાં તમારે હળવા મટિરિયલના ક્રોપ ટોપ,પેન્ટ સાથે શ્રગ પહેરવાનું છે.

તાપસીનો કૉઝી ચિક અવતાર

જો તમારે કોઈ એવી જગ્યાએ જવાનું છે જ્યાં ગારો-કીચડ હોવાન શક્યતા છે અને કેઝ્યુઅલ મીટ છે. તો તમે તાપસીની જેમ પ્લેઈન ડ્રેસ પર બ્લેઝર પહેરી શકો છો. સાથે બૂટ્સ જરૂર પહેરજો.

સારાની સરસ સાડી

જો તમે સાડી પહેરો છો તો સારા અલી ખાનની આ સ્ટાઈલ અપનાવી શકો છો. જેમાં તે કોટનની સાડી પહેરેલી જોવા મળી રહી છે. થોડી હટકે ડિઝાઈલ સાથેનું બ્લાઉઝ યુનિક લૂક આપશે અને કોટનના કપડાં જલ્દી સુકાઈ પણ

ભૂમિની બૉસ લેડી સ્ટાઈલ

જો મે વર્કિંગ લેડી છો તો તમે ભૂમિ પેડનેકરની બૉસ લેડી સ્ટાઈલ પરથી પ્રેરણા લઈ શકો છો. મોનોક્રોમ આઉટફિટની સાથે મેચિંગ જુતા અને લિપ્સ્ટિક. આ આઉટફિટ સરસ લાગશે અને તમારા કોન્ફિડન્સમાં વધારો કરેશ. 

દીપિકાની ફ્લોરલ સ્ટાઈલ

જો તમે કેઝ્યુઅલ આઉટિંગ માટે કે ફરવા માટે જતા હો તો આ સ્ટાઈલ બેસ્ટ છે. આમ તો આ ગાઉન દીપિકાએ કાન્સમાં પહેર્યો હતો. પરંતુ તમે પણ ફ્લોરલ ની લેન્થ આઉટફિટ પહેરી શકો છો. આ સ્ટાઈલિશ છે અને પહેરવામાં એકદમ આરામદાયક. 

(4:22 pm IST)