Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષા ભંગ : CISFના ત્રણ કમાન્ડોને બરતરફ કરાયા

અન્ય એક DIG અને કમાન્ડન્ટ રેન્કના અધિકારીની બદલી કરવામાં આવી

નવી દિલ્હી :  ફેબ્રુઆરીમાં NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષા ભંગના સંદર્ભમાં CISFએ કડક કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ CISFના ત્રણ કમાન્ડોને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક DIG અને કમાન્ડન્ટ રેન્કના અધિકારીની બદલી કરવામાં આવી છે. CISFના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

અજિત ડોભાલ કેન્દ્રીય VIP સુરક્ષા સૂચિ હેઠળ Z પ્લસ શ્રેણીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેમને CISFના SSG યુનિટ દ્વારા સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીની ઘટનામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા શરૂ કરાયેલી કોર્ટ ઑફ ઇન્ક્વાયરીએ પાંચ અધિકારીઓને દોષિત ઠેરવ્યા અને તેમની સામે પગલાં લેવાની ભલામણ કર્યા પછી આ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

(12:52 am IST)