Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજસ્થાનમાં સરાજાહેર જીવતી સળગાવી દેવામાં આવેલ યુવાન શિક્ષિકાનું કરુણ મૃત્યુ: નરાધમ તત્વોએ ઘેરી લઈ કેરોસીન રેડી આગ ચાપી: લોકો તેને બચાવવાને બદલે વિડીયો ઉતારતા રહેલ

રાજસ્થાનમાં હૃદય  હચમચાવી દે તેવી ઘટના સર્જાઈ છે. છ વર્ષના સંતાન સાથે સ્કૂલ તરફ જઈ રહેલી યુવાન શિક્ષિકા ને સરા જાહેર જીવતી સળગાવી દેવામાં આવી છે. આ મહિલાની ઓળખ અનિતા રેગર (ઉં ૩૨) તરીકે થઈ છે, જે જયપુરથી ૮૦ કિલોમીટર દૂર રાયસર ગામમાં વીણા મેમોરિયલ સ્કૂલમાં શિક્ષિકા હતી. નજીકના સગાને અઢી લાખ ઉછીના આપેલ તેની ઉઘરાણી કરતા આ અંજામ આવ્યો હતો. છ વર્ષના પુત્ર સાથે અનિતા સવારે સ્કૂલે જઈ રહી હતી ત્યારે તેને ઘેરી લેવામાં આવેલ. જીવ બચાવવા ભાગેલી અનિતાનો પીછો કરી તેને જીવતિ સળગાવી દેવામાં આવેલ. પોલીસની કાર્યવાહી શંકાસ્પદ ગણાવાય છે. અનિતાએ ૧૦૦ નંબર ઉપર પોલીસને કોલ પણ કરેલ પરંતુ કોઈ આવેલ નહીં.

(9:08 pm IST)