Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

પૂર્વ વડાપ્રધાન ડો,મનમોહનસિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બન્યા ;ચૂંટાયેલ જાહેર થયા

જયપુરઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બન્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયાપછી મનમોહન સિંહને કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના સભ્ય તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા છે. 

મનમોહન સિંહને 19 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના આકસ્મિક નિધનના કારણે આ સીટ ખાલી થઈ હતી.

(11:52 pm IST)
  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST

  • ચીનના સમુદ્રમાં જહાજ ડૂબ્યું ;7 લોકોના મોત :બે લોકો લાપતા ;ચીનના શાનદોંગ પ્રાંતમાં સમુદ્રમાં ડૂબ્યું જહાજ ;સમુદ્રી બચાવ અધિકારીઓ મુજબ હહેબઈ પ્રાંતથી આવતું રિઝાયો શહેરના બંદરગાહ પાસે જહાજ તોફાનથી ટકરાતા ડૂબ્યું ;સાત ડેડબોડી મળી :અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલુ access_time 1:00 am IST

  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST