Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગભરાયેલા ઇમરાને ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી પર સવાલ કર્યા :કહ્યું ,,વિશ્વ સમુદાય ગંભીરતાથી વિચારે

પ્રભાવ માત્ર ક્ષેત્ર સુધી સીમિત નથી. પરંતુ સંપૂર્ણ દુનિયા પર જોવા મળશે.

નવી દિલ્હી : આંતકી સંગઠનો પ્રતિ સહાનુભૂતિ રાખનાર પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઇમરાન ખાને હવે નવો રાગ આલાપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી પર સવાલ ઉભા કરી આંતરરાષ્ટ્રીય સમુદાયથી આ વિશે ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી છે. જોકે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકીઓના હાથે લાગવાની આશંકાઓને લઈ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ જોવા મળી છે. પરંતુ તેમ છતાં હવે ઇમરાન ખાને બેચેન અને હતાશાની અવસ્થામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાંથી એક ભારતના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે.

પાકિસ્તાનની નબળી આર્થિક પરિસ્થિતિની ચિંતા કરવાની જગ્યાએ પાક પીએમ ઇમરાન ખાન ભારત સામે ઉશ્કેરી ભર્યા ભાષણો આપવામાં વ્યસ્ત છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રોને લઈ ભારતની અત્યાર સુધી 'નો ફર્સ્ટ યૂઝ'ની નીતિ રહી છે. પરંતુ ભવિષ્યમાં શું થશે તે વિશે પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત તેમને એમ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે માત્ર PoK પર ચર્ચા થશે. જમ્મુ-કાશ્મીર પર નહીં. તેથી ગભરાયેલા પાક.પીએમે વિશ્વ સમુદાયથી અપીલ કરી કે ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા પર દુનિયાએ ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે આનો પ્રભાવ માત્ર ક્ષેત્ર સુધી સીમિત નથી. પરંતુ સંપૂર્ણ દુનિયા પર જોવા મળશે.

(11:13 pm IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST