Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દેશની કોકીલકંઠી લતા મંગેશકરને મળવા તેના ઘેર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ :શેર કર્યા ફોટા

રાષ્ટ્રપતિ સહપરિવાર,મહારાષ્ટ્ર્ના રાજ્યપાલ પણ પત્ની સાથે લતાજીના ઘરે મળવા પહોંચ્યા

મુંબઈ :ભારતની કોકીલકંઠી મહાન ગાયિકા લતા મંગેશકરને મળવા રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ મુલાકાતના ફોટા લતા મંગેશકરની સાથે-સાથે રામનાથ કોવિંદે પણ શેર કર્યા છે.

   રાષ્ટ્રપતિએ લખ્યું કે, "લતા મંગેશકરજીને આજે તેમના નિવાસે મળીને પ્રસન્નતા થઈ. મેં તેમના સ્વસ્થ જીવન માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી." રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું છે કે, "લતાજી ભારતનું ગૌરવ છે. તેમના હૃદયસ્પર્શી ગીતો આપણાં જીવનમાં મધુરતા રેલાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણને સૌને પ્રભાવિત કરે છે."
    લતા મંગેશકરે પણ આ મુલાકાત અંગે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, "નમસ્કાર, આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી, તેમનાં પત્ની શ્રીમતી સવિતા કોવિંદજી અને દીકરી સ્વાતિ કોવિંદજીની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવજી અને તેમનાં પત્ની વિનોદા રાવજી, મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી શ્રી વિનોદ તાવડેજીએ મારા ઘરે આવીને મને કૃત-કૃત કરી છે."

(9:48 pm IST)