Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા સંદીપ પાંડેનો મોટો આરોપ : કહ્યું દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરવા કોશિશ

રાષ્ટ્રીય મુદ્દા પર વાત કરતા અટકાવ્યા ;કાર્યક્રમમાં જતા રોકાયા

નવી દિલ્હી : રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત સામાજિક કાર્યકર્તા સંદીપ પાન્ડેએ તંત્ર પર રાષ્ટ્રીય મુદ્દાઓ સંબંધિત વાત ના રાખવા દેવાનો આરોપ લગાવતા તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરવાની કોશિશ ગણાવી.હતી 

  સંદીપ પાન્ડેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગત લગભગ એક સપ્તાહથી પોલીસે તેમને કેટલાક રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાનો મત આપતા ત્રણ વાર રોક્યા. એમને 11, 16 અને 17 ઓગસ્ટે તેમના ઘરે નજરબંધ કરી દેવાયા હતા. દેશમાં અભિવ્યક્તિની આઝાદી ખતરામાં છે.

  એમણે કહ્યું કે,''અમે કાલે અયોધ્યામાં ધાર્મિક સૌહાર્દ સાથે જોડાયેલા બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, પરંતુ અમને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા. જે રીતે કાર્યક્રમોને રોકવામાં આવી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાપ્ત કરી દેવાઇ છે.''

  સંદીપ પાન્ડે કહ્યું કે, ''ગત 16 ઓગસ્ટે અમે કેન્ડલ માર્ચ નીકાળવાના હતા પરંતુ અમને હજરતગંજ તરફ ન જવા દેવાયા. અમને અમારા કાર્યક્રમ સ્થળ તરફ નથી જવા દેવામાં આવી રહ્યા.'' અમણે કહ્યું કે '' અમારું 11 ઓગસ્ટનું વિરોધ પ્રદર્શન કાશ્મીરમાં લોકતંત્રની સ્થાપનાના મુદ્દે પર હતું. સ્વાયત્તતા તો લોકતંત્રની આત્મા છે.''

(8:09 pm IST)