Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દેશમાં પુર તાંડવ : હજુ સુધી ૧૦૬૦થી વધુના મોત થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૪૫ લોકોના મોત થયા : કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા ૧૮ લાખથી વધારે લોકોને સુરક્ષિત ખસેડાયા : ૭,૮૦૦ રાહત કેમ્પોમાં લાખો લોકોને રખાયા

નવી દિલ્હી, તા. ૧૮ : દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ સહિતના ભાગોમાં મોતનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. પુરના કારણે હજુ સુધી આ મોનસુનમાં ૧૦૬૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષે એકંદરે પુરથી ૧૨૧૧ લોકોના મોત થયા હતા. આ વખતે ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની જટિલ સ્થિતિથી હજુ સુધી કેરળમાં સૌથી વધુ ૧૫૫ લોકોના મોત થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં પુરના કારણે ૨૪૫થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બંધમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં પુર અને ભારે વરસાદથી મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ૨૦૧૬માં ૯૩૬, ૨૦૧૭માં ૧૨૦૦ લોકોના મોત થયા હતા. આ વખતે દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો છે. મહારાષ્ટ્રમાં ૨૪૫થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે કેરળમાં ૧૫૫, બંગાળમાં ૧૫૪, બિહારમાં ૧૩૦ અને ગુજરાતમાં ૧૦૭થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સત્તાવારરીતે આ મોતના આંકડાની સામે બિનસત્તાવારરીતે મોતનો આંકડો આના કરતા વધારે હોઈ શકે છે. દેશભરમાં પુરના કારણે વિવિધ રાજ્યોમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. હજુ સુધી રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા ૧૮ લાખથી વધુ લોકોનો સુરક્ષિત સ્થળો ઉપર ખસેડવામાં આવ્યા છે. ૭૮૦૦ જેટલા રાહત કેમ્પો ચાલી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૧ એનડીઆરએફની ટીમો, ૫૭ આર્મીની ટુકડી, એઆઈએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. કેરળની વાત કરવામાં આવે તો ડઝનથી વધુ જિલ્લાઓમાં કટોકટી સર્જાયેલી છે. ૭.૫ લાખથી વધુ લોકોને ૨૨ જિલ્લાઓમાંથી સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં ૩૦૫ રાહત કેમ્પોમાં ઘરવિહોણા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. કોલ્હાપુર અને સાંગલીમાં સૌથી વધારે અસર થઇ છે.

પુણે, નાગપુર, લાતુર, નાસિક, વર્ધા, અહેમદનગર, થાણે અને ગઢચિરોલીમાં સૌથી વધારે અસર થઇ છે. ગયા વર્ષે કેરળમાં સૌથી વધુ મોત થયા હતા. જ્યારે ઉત્તરપ્રદેશમાં ૨૫૬ લોકોના મોત થયા છે. બંગાળમાં ૨૧૦ના મોત થયા હતા. કર્ણાટક, આસામ અને ઉત્તરાખંડમાં પણ ક્રમશઃ ૧૭૦, ૫૦ અને ૩૭ લોકોના મોત થયા છે. કેરળમાં અનેક જિલ્લાઓમાં હાલત કફોડી બનેલી છે. આસામમાં ધેમાજી, કંધમાલ, અન્ય વિસ્તારોમાં સૌથી વધુ લોકો મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. ૨૦૧માં પુર સંબંધિત ઘટનાઓમાં બિહાર અને બંગાળમાં ૧૨૦૦ લોકોના મોત થયા હતા જ્યારે આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં મોતનો આંકડો ૫૫૪ ઉપર પહોંચ્યો હતો. ૨૦૧૬માં પુરના કારણે ૯૩૬ લોકોના મોત થયા હતા. સૌથી વધુ બિહારમાં ૨૫૪ના મોત થયા હતા.

પુર તાંડવથી મોત.......

નવીદિલ્હી, તા. ૧૮ : દેશના જુદા જુદા ભાગોમાં મોનસુનની સિઝનમાં હજુ સુધી પુર તાંડવથી ૧૦૬૦થી વધુના મોત થઇ ચુક્યા છે. ૧૬મી ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડા ઉપર નજર કરવામાં આવે તો મોતનો આંકડો નીચે મુજબ છે.

રાજ્ય.............................................. મોતનો આંકડો

મહારાષ્ટ્ર........................................................ ૨૪૫

કેરળ............................................................. ૧૫૫

પશ્ચિમ બંગાળ................................................ ૧૫૪

બિહાર........................................................... ૧૩૦

ગુજરાત......................................................... ૧૦૭

કર્ણાટક............................................................. ૯૪

આસામ............................................................ ૯૪

મધ્યપ્રદેશ....................................................... ૬૯

ઓરિસ્સા.......................................................... ૧૦

કુલ     ૧૦૬૦

(7:42 pm IST)