Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

શ્રીનગરમાં ડઝનેક સ્થળોએ હિંસક બનાવો ;સુરક્ષાકર્મીઓ પેલેટગન છોડી ;અનેક ઘાયલ ફરીથી પ્રતિબંધ લગાવાયા

શ્રીનગરમાં એક દિવસ પહેલા હિંસાની ઘટનાઓ બાદ રવિવારે કેટલાંક વિસ્તારોમાં પ્રતિબંધો ફરીથી સખ્ત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવી છે જ્યાં શનિવારે સ્થિતી બગડી હતી. શહેરમાં ઘણાં સ્થાનો પર અને ઘાટીમાં અન્ય જગ્યાએ પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી હતી જે બાદ હિંસક બનાવો બન્યા હતા  લગભગ 12 સ્થાનો પર પ્રદર્શન થયાં જેમાં ઘણાં પ્રદર્શનકારીઓ ઘાયલ થયાં હતા .

સરકારના પ્રવક્તા રોહિત કંસલે શનિવારે જણાવ્યું હતું કે, ઘાટીમાં 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી. જો કે, કેટલાય સ્થાનો પર યુવાનો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું જે બાદ પ્રતિબંધો ફરીથી લાગૂ કરી દેવામાં આવ્યું. ઘાટીમાં છ જગ્યાએ પ્રદર્શન થયાં જેમાં આઠ લોકોને ઈજા આવી. અધિકારીઓએ જણાવ્યું કે, શહેરના ઘણાં વિસ્તારોમાં લેન્ડલાઈન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સિવિલ લાઈન્સ વિસ્તારો અને ઘાટીમાં અન્ય જિલ્લા હેડક્વાટરમાં કેટલાક વાહનો માર્ગો પર ચાલી રહ્યાં છે અને આ વિસ્તારમાં કેટલીક દુકાનો પણ ખુલી છે.

અધિકારીએ જણાવ્યું કે, સાઉદી અરબથી હજ યાત્રીઓની પહેલી બેચ કાશ્મીર આવી ચુકી છે. લગભગ 300 તીર્થયાત્રીઓ સાથે આવી રહેલું વિમાન સવારે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા. તીર્થયાત્રીઓના આવનજાવન માટે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. હાજીઓનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પરિવારના માત્ર એક સભ્યને આવવાની મંજુરી આપવામાં આવી છે અને હાજીઓ અને તેમના સંબંધીઓના આવનજાવન માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

(7:22 pm IST)