Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાનમાં તણાવનો માહોલ :બે યુગલો લગ્ન કરવા કરાચીથી પહોંચ્યા

મહેશ્વરી સમાજે સમૂહ લગ્નમાં તેમના લગ્ન કરાવ્યા હતા.;એક યુગલ હવે ભારતમાં જ રહેશે

રાજકોટ ;આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં વસતા મહેશ્વરી સમાજના બે યુગલો રાજકોટમાં લગ્ન માટે આવ્યા હતા. જ્યાં મહેશ્વરી સમાજે સમૂહ લગ્નમાં તેમના લગ્ન કરાવ્યા હતા.

  રાજકોટમાં બે પાકિસ્તાની યુગલોએ લગ્ન કર્યા છે. અનિલ લાખિયા-નિશા લાખિયા અને ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન માટે રાજકોટ આવ્યા છે. કલમ 370 નાબુદ થયા બાદ યુગલ ગુજરાત આવ્યા હતા. પાકિસ્તાનના કરાંચીથી રાજકોટ યુગલો આવ્યા હતા. રાજકોટ મહેશ્વરી સમાજે લગ્ન કરાવ્યા છે.

  અનિલ લાખિયા અને નિશા લાખિયા નામના આ બંને યુગલો મહેશ્વરી સમાજના છે. શનિવારે બંને યુગલોને ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા છે. પાકિસ્તાનમાં સારું વાતાવરણ ન મળતા અહીં આવ્યા છે. મોટા ભાગનો પરિવાર અહીં રહે છે. કરાંચીમાં 3000થી વધુ માહેશ્વરી સમાજના લોકો રહે છે.

  જોકે સમૂહ લગ્ન રાજકોટમાં થતા હોવાથી અહીં આવ્યા છે. પાકિસ્તાનમાં આ પ્રકારની સ્વતંત્રતા નથી મળતી. મહત્વનું છે કે, અનિલ લાખિયા અને નિશા લાખિયા લગ્ન બાદ બન્ને હવે ભારતમાં જ રહેશે. તેઓ એલટીવી વિઝા અંતર્ગત ભારતમાં રહેશે. જ્યારે ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન બાદ પાકિસ્તાન પરત ફરશે.

(6:14 pm IST)