Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

પાકિસ્તાન સાથે હવે જે પણ વાત થશે એ પાક અધિકૃત કાશ્મીર એટલે કે POKને લઈને જ થશે: પાકિસ્તાન હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાય: રાજનાથસિંહની સિંહ ગજના

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં બાદ ડંફાસ મારતા પાકિસ્તાનને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચેતવણી આપી છે. રાજનાથ સિંહે ચોખ્ખુ કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે જે પણ વાત થશે એ પાક અધિકૃત કાશ્મીર એટલે કે POKને લઈને જ થશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનનાં વડા પ્રધાનને એવી બીક છે કે ભારત હવે બાલાકોટ પછી POKમાં કંઈક મોટી કાર્યવાહી કરશે.

રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રીય સ્વાભિમાનનાં મુદ્દા પર અમારી સરકાર સહેજ પણ ઢીલ નહીં ચલાવી લે અને જેમ ચાલે છે એમ ચાલવા પણ નહીં દઈએ. અમે જે પણ ચૂંટણી વખતે ઘોષણા કરી હતી એનું સંપુર્ણપણે પાલન કરીશું.

રાજનાથ આગળ કહે છે કે નરેન્દ્ર મોદીએ કહ્યું છે હવે નહીં ચાલે. ચૂટકી વગાડીને અમે 370 કલમ ખત્મ કરી દીધી. લોકો તો એવું કહેતા હતા કે જો કલમ 370 હટાવશું તો દેશના ભાગલા થઈ જશે. અમુક લોકો કહેતા હતા કે જો ભાજપ આવું કરશે તો ફરી સત્તામાં નહીં આવે. રાજરાથે આગળ કહ્યું કે ભાજપ સત્તા બનાવવા માટે રાજનીતિમાં નથી આવી તે દે દેશ બનાવવા માટે રાજનીતિ કરે છે.

પાકિસ્તાન પર અટેક કરતા રાજનાથ સિંહે કહ્યું કે કલમ 370 હટાવ્યાં બાદ આપણો પાડોશી એકદમ દુબળો પડતો જાય છે. અમે શું અપરાધ કર્યો છે? પાકિસ્તાન ધમકીઓ આપે છે પરંતુ અમેરિકાએ પણ તેને કહી દીધું કે જાઓ અને ભારત સાથે બેસીને વાત કરો અહીંયા આવવાની જરૂર નથી.

રાજનાથ સિંહે કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે સરકાર રહે કે ના રહે પણ ભારત માતાનું મસ્તક અમે નહીં ઝુકવા દઈએ. રાજનાથે કહ્યું કે આગળ જે પણ વાત થશે હવે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ વાત થશે બીજા કોઈ મુદ્દા પર નહીં થાય. પાકિસ્તાન હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાય અને પીઓકે અંગે વાતચીત કરે.

(3:50 pm IST)