Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

હિમાચલ પ્રદેશ ઉતરાખંડમાં વરસાદના કહેમાં ૧૦ લોકોના મોત બાદ ભારે ખાના ખરાબી : હવે પંજાબ-હરિયાણા પર પુરનો ખતરો મંડરાયો છે

નવી દિલ્હી,  : હિમાચલ પ્રદેશ ઉતરાખંડમાં વરસાદના કહેમાં ૧૦ લોકોના મોત બાદ ભારે ખાના ખરાબી થઇ છે. અને  હવે પંજાબ-હરિયાણા પર પુરનો ખતરો મંડરાયો છે.

દેવભૂમિ ગણાતા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદે ભારે તબાહી મચાવી છે.

હિમાચલ પ્રદેશમાં 10 લોકોના વરસાદથી મોત થયા છે. સિમલામાં જમીન ધસી પડવાથી બે બાળકીઓ સહિત ચાર વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. હાલમાં રાજ્યમાં પાંચ નેશનલ હાઈવે સહિત 350થી વધારે રસ્તા વરસાદના પગલે બંધ છે. મનાલી-લેહ હાઈવેને ભારે નુકસાન થયુ છે. સિમલાની હેરિટેજ ટ્રેનને પણ બંધ કરવાની ફરજ પડી છે.

ઉત્તરાખંડમાં પણ વરસાદના પગલે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ઠેર ઠેર ભૂસ્ખલનના બનાવો થયા છે. મસૂરી યમનોત્રીના રસ્તા પર ભેખડો ધસી પડવાથી મુસીબત આવી છે. ઉત્તરખંડમાં પણ ઠેર ઠેર રસ્તાઓ બંધ કરવા પડયા છે. રાજ્યમાં મોટાભાગની નદીઓમાં પૂર આવેલુ છે.

હરિયાણા અને પંજાબમાં પણ તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હરિયાણામાં યમુનાનુ જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી ગયુ છે. જેના કારણે દિલ્હીમાં પણ આગામી 72 કલાકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

પંજાબમાં પણ ભાખરા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પૂરથી પ્રભાવિત 81 ગામોને ખાલી કરવા માટે આદેશ અપાયો છે. હરિયાણામાં અને પંજાબમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

(3:46 pm IST)