Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

બાબરના વંશજ યાકુબતુસીએ કહ્યું અયોધ્‍યામાં રામમંદિર બને તો પ્રથમ ઇંટ હું મુકીશ : કોર્ટ જમીન પ્રશ્‍ને પોતાની વાત સાંભળે તેવી અપેક્ષા

લખનૌ : બાબરના વંશજ યાકુબતુસીએ કહ્યું અયોધ્યામાં રામમંદિર બને તો પ્રથમ ઇંટ હું મુકીશ. કોર્ટ જમીન પ્રશ્ને પોતાની વાત સાંભળે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

મોગલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ જફરના વંશજ યાકુબ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તુસીએ કહ્યુ હતુ કે, જે જમીન માટે વિવાદ છેડાયો છે તેની માલિકાના દસ્તાવેજ કોઈની પાસે નથી. આથી મોગલ વંશના વંશજ હોવાના નાતે મારો અધિકાર છે કે હું કોર્ટ સમક્ષ મારી વાત મુકુ. મને એક વખત સાંભળવામાં આવે.

જોકે કોર્ટે રામ મંદિર મામલામાં પક્ષકાર બનવાની તુસીની અરજી સ્વીકારી નથી ત્યારે તુસીએ કહ્યુ હતુ કે, કમ સે કમ એક વખત મારી વાત સાંભળવી જોઈએ. 1529માં પહેલા મોગલ શાસક બાબરે પોતાના સૈનિકોને નમાજ પઢવા માટે જગ્યા આપવા બાબરી મસ્જિદનુ નિર્માણ કરાવ્યુ હતુ. આ જગ્યા માત્ર સૈનિકો માટે હતી અને બીજા કોઈ માટે નહી. અહીંયા પહેલા મંદિર હતુ કે નહી તે ચર્ચામાં હું નથી પડવા માંગતો. પણ જો હિન્દુઓ આ જગ્યાને ભગવાન રામનુ જન્મસ્થાન હોવાની આસ્થા રાખતા હોય તો હું એક સાચા મુસ્લિમ તરીકે તેમની ભાવનાઓનુ સન્માન કરીશ.

તેમણે કહ્યુ હતુ કે, મારી પાસે આ જગ્યાની માલિકીના કોઈ કાગળ નથી પણ મોગલ વંશના ઉત્તરાધિકારી તરીકે આ જમીનની માલિકી ધરાવુ છું અને મને જો આ જમીનનો કબજો મળશે તો હું મંદિર નિમાર્ણ માટે દાન કરી દઈશ. એટલુ જ નહી મારો પરિવાર મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ દાનમાં આપશે. આ ઈંટ પણ સોનાની હશે.

(3:45 pm IST)