Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

બહારની વ્યકિત કોંગ્રેસ ન ચલાવી શકે : અધિર રંજન

                      ફોટો-  અધિર રંજન (નેતા)

કોલકાતાઃ ગાંધી નહેરુ પરિવાર બહારના કોઇપણ નેતા માટે પક્ષને ચલાવવો દુષ્કર છે કારણ કે આ પરિવાર બ્રાન્ડ ઇકિવટી ધરાવે છે. એમ પક્ષના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યું હતુ. કોંગ્રેસ પક્ષ પુનઃજીવીત થવાનું, પક્ષનુ કમબેન થવાનું, મહદંશે પ્રાદેશિક પક્ષો નબળા પડવા પર નિર્ભર છે. આ પક્ષોમાં વિચારધારાઓનો અભાવ હોય છે. એમ જણાવી ચૌધરીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ જેવો મજબૂત વિચારધારા ધરાવતો પણ જ ભાજપ જેવા કોમી રથ સામે બાથ ભીડી શકે તેમ છે.

સોનિયા ગાંધી ફરી વાર પક્ષનું સુકાન સંભાળવાને નામરજી ધરાવતા હતા, પરંતુ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પક્ષનું સંગઠન કટોકટીનો સામનો કરી રહ્યો છે તેવા સમયે પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓની વિનંતીને તેમણે માન આપ્યું છે. અને કટોકટીના કપરા સમયમાં પક્ષનું નેતૃત્વ કર્યુ છે. પક્ષના નવા પ્રમુખ ચુંટવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હાલના ભાજપ તરફ તમે જુઓ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિના શું તે સરળતાથી ચાલી શકે તેવો છે ખરો ? જવાબ છે ના, એમ ચૌધરી કહ્યું  હતું, જયારે કોંગ્રેસમાં ગાંધી કુટુંબ અમારા માટે બ્રાન્ડ ઇકિવટી છે. ચૌધરીએ કહ્યંુ હતુ કે લોકસભા ચૂંટણીમાં પક્ષના પરાભવની જવાબદારી સ્વિકારી લેવાના રાહુલ ગાંધીના નિર્ણયને અન્ય નેતાઓએ પ્રેરણા લેવા જેવું ઉમદા કૃત્ય ગણાવી તેની સરાહના કરતા ચૌધરીએ જણાવેલ કે તેમને વડાપ્રધાન પદના સંયુકત વિપક્ષી ઉમેદવાર ઘોષિત કરી દેવાયા હોત તો પરિણામ જુદું જ હોત.

(1:00 pm IST)