Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

પાકિસ્તાને હવે ભારતીય ફિલ્મોની સીડી ડીવીડી જપ્ત કરવાનું શરૂ કર્યુ

ઇસ્લામાબાદઃ જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ મી કલમ હટતા પાકિસ્તાન ખરેખર રઘવાયું બન્યુ છે.  તેણે ભારતીય ફિલ્મોની રીલીઝ પર રોક અને ભારતીય કલાકારોને ચમકાવતા વિજ્ઞાપનો પર રોક લગાવ્યા બાદ  હવે ભારતીય ફિલ્મોની સીડી ડીવીડી પણ જપ્ત કરવાનું શરૂ કર્યુ છે.

પાકીસ્તાને તેના વહીવટી તંત્રને ભારતીય ફિલ્મોની સીડી અને ડીવીડીના વેચાણ સામે  કાર્યવાહી કરવા જણાવ્યું છે. અગાઉ પાકિસ્તાની ઇલેકટ્રોનીકી મીડિયા રેગ્યુલેટરી ઓથોરીટીએ ભારતના બનેલા ઉત્પાદનો અને ભારતના કલાકાર હોય તેવા તમામ વિજ્ઞાપનો પર રોક લગાવી દીધી હતી.

(12:31 pm IST)