Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

અટારી-વાઘા સીમાએ પાક. સૈનિકની પાઘડી ઉછળી

અટારીઃ પંજાબની અટારી-વાઘા સરહદે બીટિંગ રિટ્રીટ દરમ્યાન એક પાકિસ્તાની સૈનિકને જોશમા આવીને આક્રમક મુદ્રા દેખાડવું ભારે થઇ પડયું હતુ.  બીટિંગ રિટ્રીટમાં પાકિસ્તાની સૈનિક સંતુલન ગુમાવીને ગબડવા લાગ્યો હતો અને તેની પાઘડી પણ ઉછળીને પડી ગઇ હતી. બાજુમાં ઊભેલા એક સાથી સૈનિકે મુશ્કેલીથી તેને સંભાળ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અટારી-વાઘા સરહદે યોજાતી પરંપરાગત બીટિંગ રિટ્રીટને નિહાળવા માટે ભારત અને પાકિસ્તાન બંને દેશના હજારો લોકો આવે છે. આ દરમ્યાન સરહદની બંને તરફથી લાઉડ સ્પીકર પર દેશભકિતના ગીતો વાગતા રહે છે. લોકો પોતા પોતાના દેશનાં સમર્થનમા નારાઓ લગાડેે છે. લોકોના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ભારત અને પાકિસ્તાનના સૈનિક પોતપોતાના ઝંડા ઊતારે છે.

(12:52 pm IST)