Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

પ્રિયંકા રક્ષાબંધન પ્રર્વ કેમ નથી ઉજવતા ? રક્ષાબંધન પ્રર્વે તેમના લાડકવાયા ભાઇ રાહુલને રાખડી કેમ નથી બાંધતા ! ભાજપના MLA એ પ્રિયંકાગાંધી -રાહુલને રાખડી બાંધતા હોય તેવો ફોટો રજુ કરનારને ઇનામ આપવાની કરી જાહેરાત

નવી દિલ્હી : મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય વિશ્વાસ સારંગે ગઈકાલે એક વિચિત્ર બયાન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યારેય રક્ષાબંધાનનો તહેવાર ઉજવતા નથી. અને જો કોઈ પ્રિયંકા અને રાહુલ ગાંધીનો રાખડી બંધાતા ફોટો લાવી આપશે તો તેને ઈનામ આપવાની પણ વાત કરી હતી.

મધ્યપ્રદેશના નરેલા વિધાનસભા ક્ષેત્રથી બીજેપીના ધારાસભ્ય વિશ્વાસ સારંગે આ સંદર્ભે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને રક્ષાબંધન સાથે કોઈ લેવાદેવા નથી. કારણ કે એ લોકો ઈટલીની નીતિઓમાં માને છે.

ઉલ્લેખનીય છે કે આ આખો વિવાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે જ્યારે પસંદગીની બહેનો પાસે રાખાડી બંધાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે મધ્યપ્રદેશમાં વિવાદ વકરી ઉઠ્યો હતો. કારણ કે શિવરાજ સિંહ ચૌહાણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી નિવાસમાં દર વર્ષે મોટો કાર્યક્રમ રાખતા અને અનેક મહિલાઓ પાસે રાખડી બંધાવતા.

પરંતુ આ વખતે કમલનાથે આ કાર્યક્રમ પર કાપ મૂક્યો હતો એટલે ભાજપે તેમને અને કોંગ્રેસને નિશાના પર લીધા હતા. એવામાં સારંગે રાહુલ અને પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કર્યા હતા.

(2:14 pm IST)