Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

કોંગ્રેસ શાસનમાં કાશ્‍મીરનો ૭૦ વર્ષનો અણઉકેલ પ્રશ્‍ન કેન્‍દ્રની મોદી સરકારે ૭પ દિવસમાં ઉકેલી રેકોર્ડ સર્જ્યો : અમિત શાહ

નવી દિલ્હીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના જિંદના આસ્થા રેલીને સંબોધન કરી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મહાભારતના સમયમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ વિજય દેવી જયંતી દેવીના મંદિરનું નિર્માણ આ જમીન પર કરાવ્યું હતુ. મનોહર ખટ્ટર થોડા દિવસોમાં ચૂંટણીની યાત્રા શરૂ કરે તે પહેલા આ રેલી આ જમીન પર રાખી છે. આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતીની સાથે બે તૃત્યાંસ બહુમતીથી સરકાર બનાવશે તેનો મને વિશ્વાસ છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, હું વિધાનસભાની ચૂંટણી સમયે આવ્યો હતો. ત્યારે તમે પૂર્ણ બહુમતીની સાથે સરકાર બનાવી દીધી. હું લોકસભામાં આવ્યો એટલો પ્રેમ આપ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હરિયાણાની જનતાએ 300 પાર કરાવી દીધા. આ વખતે પણ ચૂંટણી થશે ત્યારે મને ખબર છે કે, આ વીરભૂમિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપશે અને અમારા મનોહરલાલને આશીર્વાદ આપશે.

હમણાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની છે. કહેવા માટે તો માત્ર 75 દિવસ જ થયા છે. પરંતુ જે સરકારો પાંચ વર્ષમાં કામ નથી કરતી એ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 75 દિવસમાં પૂરું કર્યું છે. સૌથી મોટું કામ જે સરદાર પટેલનું સ્વપ્ન હતુ કે, આખો દેશ અખંડ ભારત બને અને તેમાં કલમ 370 વિધ્ન હતુ. કલમ 370 દેશમાં મુકુટમણી કાશ્મીરને ભારતની સાથે જોડતા અટકાવવાનો અહેસાસ કરાવતી હતી. અમે તે સમયે પણ માનતા હતા કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને કલમ 370 ક્યાંકને ક્યાંક એવો સંદેશ આપીને જતી હતી કે, અત્યારે પણ કંઇક અધૂરું છે. 70 વર્ષમાં કોંગ્રેસની સરકારે વોટ બેંકની લાલચમાં નથી કર્યું એ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 દિવસમાં પૂર્ણ કરીને કલમ 370ને સમાપ્ત કરી દીધી.

(11:19 am IST)