Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દિલ્હીમાં એમ્સમાં ભીષણ આગ : દર્દીઓને ખસેડાયા

ભારે જહેમત બાદ આગ પર કાબુ

નવી દિલ્હી,તા.૧૭ :  દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઈમરજન્સી વોર્ડની પાસે ટીચીગ બ્લોકના પ્રથમ અને બીજા માળે આગ ફાટી નિકળ્યા બાદ આગ ઝડપથી ફેલાઈ હતી અને અન્ય માળ સુધી આગ પહોંચી હતી. ધુમાડા પાંચ માળ સુધી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ફાયર બ્રિગેડની ૩૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગના કારણે ઈમરજન્સી વોર્ડને સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યા હતા. દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક અન્ય બ્લોકમાંથી પણ દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. કોઈને પણ કોઈ નુકસાન ન થતા તંત્રને રાહત થઈ હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.આગના કારણે અફડાતફડી મચી ગઈ હતી. આગ ફાટી નીકળી ત્યારે ટીચીગ બ્લોકમાં કોઈ લોકો ન હતા. ફાયર વિભાગના લોકો કાચને તોડીને અંદર પ્રવેશી ગયા હતા. ટીચીગ બ્લોક નોન પેશેન્ટ બ્લોક છે. જ્યાં દર્દીઓ હોતા નથી. બ્લોકમાંરિચર્સ લેંબ અને તબીબોના રૂમ છે. એટલે કે એમ્સના ઈમરજન્સી વોર્ડ સાથે જોડાયેલા છે. આગથી પ્રભાવિત થનાર વિસ્તારમાં ઈમરજન્સી લેબ સામેલ છે.

(12:00 am IST)