Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

આંધ્રપ્રદેશના સીએમ જાગનમોહન રેડ્ડી અમેરિકા પહોંચ્યા :ઉદ્યોગકારોને રોકાણ કરવા અપીલ કરી

રાજકીય સ્થિરતા, માળખાગત સુવિધાઓઅને શાસનમાં પારદર્શિતા મળશે

 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ અમેરિકન વેપારી સમુદાયને રાજ્યમાં રોકાણ કરવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમના રાજ્યના રોકાણકારોને રાજકીય સ્થિરતા, મજબૂત માળખાગત સુવિધાઓ અને નીતિઓનો અમલ અને શાસનમાં પારદર્શિતા મળશે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ પ્રથમ વખત સરકારનું નેતૃત્વ કરનાર રેડ્ડી મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અમેરિકા આવ્યા છે.

 

  વેપારી સમુદાયને સંબોધન કરતાં રેડ્ડીએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ તેની મજબૂત જોડાણ, સુવિધાઓ, માળખાગત સુવિધા, મૈત્રીપૂર્ણ નીતિઓ, વૈશ્વિક મૂલ્ય વૃદ્ધિ સાંકળ સાથે જોડાણ અને તૈયાર કાર્યબળ સાથે રોકાણ, મૂડી અને ભાગીદારીને ઉત્તેજિત કરવાની સ્થિતિમાં છે.

  એટલાન્ટિક કાઉન્સિલના સહયોગથી યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)