Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

દક્ષિણ કોરિયામાં પાકિસ્તાન સમર્થકોએ ભાજપ અને સંઘના નેતાઓ સામે લગાવ્યા ભારત વિરોધી નારા: સાઝિયા ઈલ્મીએ આપ્યો જડબાતોડ જવાબ

 

દક્ષિણ કોરિયાની રાજધાની શિયોલમાં પાકિસ્તાન સમર્થકોને ભાજપ અને સંઘના નેતાઓ સામે ભારત વિરોધી નારા લગાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને પાકિસ્તાની સમર્થકોની નારેબાજીનો સામનો કરવો પડ્યો હતો  ભારતીય જનતા પાર્ટી-આરએસએસના નેતાઓમાં સાઝિયા ઈલ્મી પણ સામેલ હતી. પાકિસ્તાની સમર્થક પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરોધી નારેબાજી કરી રહ્યા હતા.

 

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, પાકિસ્તાની સમર્થક નેતાઓને જોઈ નારાબાજી શરૂ કરે છે. ત્યારબાદ શાઝિયા ઈલ્મી અને બીજા નેતા તેમની સાથે વાત કરવાની કોશિસ કરે છે, પરંતુ પાકિસ્તાની સમર્થકો નારેબાજી ચાલુ રાખે છે. ત્યારબાદ શાઝિયા ઈલ્મી ઇન્ડિયા ઝિંદાબાદના નારા લાગવ્યા હતા

(12:48 am IST)
  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST

  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST