Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

આર્ટિકલ 370 હટાવાના અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલના સરકારના નિર્ણંયને પૂર્વ ઓફિસરોએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો

રિટાયર્ડ મેજર જનરલ અશોક મહેતા અને પૂર્વ એર વાઈસ માર્શલ કપિલ કાકસહિતના અધિકારીઓ સુપ્રીમકોર્ટ પહોંચ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાના મોદી સરકારના ફેસલા વિરુદ્ધ 6 અરજદાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. અરજદારોમાં રિટાયર્ડ મેજર જનરલ અશોક મહેતા અને પૂર્વ એર વાઈસ માર્શલ કપિલ કાક સહિત 6 લોકો સામેલ છે. અરજદારોએ આર્ટિકલ 370 હટાવવાના મામલાને અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

બંને સિવાય અરજદારોમાં જમ્મુ-કાશ્મીર માટે ગૃહ મંત્રાલયના ઈન્ટરલોક્યૂટર્સ ગ્રુપના એક પૂર્વ સભ્ય રાધા કુમાર, જમ્મુ અને કાશ્મીર કેડરથી સંબંધિત એક પૂર્વ આઈએએસ અધિકારી હિંડલ હૈદર તૈયબજી, પંજાબ કેડરના પૂર્વ આઈએએસ અમિતાભ પાંડે અને કેરળ કેડરના પૂર્વ આઈએએસ અધિકારી ગોપાલ પિલ્લાઈ છે.

અરજી અધિવક્તા અર્જુન કૃષ્ણન, કૌસ્તુભ સિંહ અને રાજલક્ષ્મી સિંહ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને વરિષ્ઠ અધિવક્તા પ્રશાન્તો સેન દ્વારા સેટ કરવામાં આવી છે. અગાઉ પણ અનુચ્છેદ 370ને લઈ કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં ત્યાંથી કોમ્યૂનિકેશન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સહિતના કેટલાય મુદ્દા સામેલ છે. શુક્રવારે અનુચ્છેદ 370 હટ્યા બાદ રાજ્યની સ્થિતિને લઈ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે હાલ ત્યાંથી પ્રતિબંધ હટાવવો ઠીક નથી. ધીરે ધીરે અમે ત્યાંથી સંપૂર્ણપણે પ્રતિબંધ હટાવી દેશું.

 

(12:10 am IST)