Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી :જો હું ચૂંટણી હારીશ તો અમેરિકાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઇ જશે

દેશના વિકાસ અને બેરોજગારી દર ઘટાડવા મત આપવા અપીલ

વોશિંગટન ;અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચેતવણી અપાતા કહ્યું કે જો તેઓ 2020માં ચૂંટણી હારશે તો દેશની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઇ જશે તેઓએ કહ્યું કે તે મતદાતા જે તેને વ્યક્તિગત રૂપે નાપસંદ પણ કરે છે ,તે દેશના વિકાસ અને બેરોજગારી દર ઘટાડવા તેને મત આપે

   સૂત્રો મુજબ ટ્રમ્પ અમેરિકી અર્થ વ્યવસ્થાની દશાને લઈને ચિંતિત છે તેને ભય છે કે ચૂંટણી સુધી કયાંક અમેરિકાની આર્થિક સ્થિતિ બગડી ના જાય,વિશ્વના બજારોમાં આ સપ્તાહે અમેરિકામાં મંદીનો દોરશરૂ થવાના સંકેત છે તેનાથી રોકાણકારો,કંપનીઓ અને ગ્રાહકોમાં બેચેની વધી છે આ ત્યારે થયું જયારે ટ્રમ્પએ ચીનના સમાન પર દંડનાત્મક શુલ્ક લગાવ્યો હતો

   અમેરિકામાંચૂટંણી પહેલા મંદી ટ્રમ્પને ભારે પડી શકે છે કારણ કે તેઓએ અર્થ વ્યવસ્થા મજબૂત કરવાનો નારો આપીને ચૂંટણી જીતી હતી અને બીજી ચૂંટણી માટે જનતાને આ જ સ્વપ્નું બતાવાના છે નરમપંથી રિપબ્લિક પાર્ટી અને મધ્યમ વિચારધારાના મતદારો ટ્રમ્પના વિકલ્પ પર વિચાર કરી શકે છે

   હવે વ્હાઇટ હાઉસના સલાહકાર એવા વિકલ્પ પર વિચાર કરે છે કે જેનાથી ઢળતી અર્થવ્યવસ્થા તેનો રસ્તો બદલે,નવી પરિસ્થિતિમાં ટ્રમ્પ મંદીની આશકાને લઈને અન્ય લોકો અને સંસ્થાને જવાબદાર માની રહ્યાં છે ટ્રમ્પના નિશાન પર ફેડરલ રિઝર્વ પણ છે જેના પર વ્યાજદર ઓછા કરવાનું દબાણ બનાવાઈ રહ્યું છે જેનાથી બજારમાં રોકડ આવી શકે

(12:00 am IST)