Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

હું એકલો જ નહીં પરંતુ પાકિસ્તાનના 20 કરોડ લોકો આઇએસઆઇ એજન્ટ :હમજાની નફટાઇપૂર્વક કબૂલાત

હું અંડર કવર નહીં પરંતુ પૂર્ણ રીતે અને ગર્વની સાથે આઇએસઆઇ એજન્ટ છું.

નવી દિલ્હી : પાકિસ્તાનના  જાણીતા અભિનેતાએ ટ્વીટ કરતા પોતાને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો એજન્ટ ગણાવ્યો છે. આ અભિનેતાને લઇને એક ભારતીય ચેનલ ગત થાડોક સમયથી આ દાવો કરી રહી હતી કે તે આઇએસઆઇના અંડરકવર એજન્ટ છે. આ અભિનેતા અને અન્ય કોઇ નહીં પરંતુ હમજા અલી અબ્બાસી છે.    

   હમજાએ હાલમાં જ આ ચેનલની ન્યૂઝ ક્લિપિંગ શેર કરતા ચોંકાવાનારુ ટ્વીટ કર્યુ છે. હમજાના આ ટ્વીટ પર તેણે તાબડતોડ પ્રતિક્રિયાઓ મળી રહી છે. તેની સાથે જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે કે હમજા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના નજીકના માણસ છે.

  પાકિસ્તાની કલાકાર હમજા અલી અબ્બાસીએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ટ્વીટ કરી, ભારતીય ચેનલ પર આકરા પ્રહાર કરતા હમજાએ આ પોસ્ટમાં લખ્યું, ‘એક ભારતીય ચેનલનો દાવો છે કે હું આઇએસઆઇનો અંડર કવર એજન્ટ છું, આ યોગ્ય નથી. હું અંડર કવર નહીં પરંતુ પૂર્ણ રીતે અને ગર્વની સાથે આઇએસઆઇ એજન્ટ છું. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે હું જ નહીં પરંતુ દેશના દરેક 20 કરોડ લોકો આઇએસઆઇ એજન્ટ છે.’

(12:00 am IST)