Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

બલુચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા જેહરી અને તેના પૌત્રની હત્યા

મોડીરાત્રે જેહરીના પૌત્ર અને અન્ય બે મિત્રોની પણ ગોળી ધરબી હત્યા

કવેટા ;બલુચિસ્તાન નેશનલ પાર્ટી (બીએનપી )નેતા મીર નવાબ અમાનુલ્લાહ જેહરીની ખૂજદારમાં ગોળી મારીને હત્યા કરાઈ છે શુક્રવારે મોડીરાત્રે જેહરીના પૌત્ર અને અન્ય બે મિત્રોની પણ ગોળી ધરબી હત્યા કરી દેવાઈ છે

  બીએનપી અધ્યક્ષ અને રાષ્ટ્રીય એસેમ્બલીના સદસ્યઅખ્તર મેંગલે ટ્વીટ કરીને જેહરીની હત્યાની પૃષ્ટિ કરી છે તેઓએ શ્રી જેહરીની હત્યાને પાર્ટી અને બલુચિસ્તાનની જનતા માટે કાળો દિવસ ગણાવ્યો છે

મેંગલે કહ્યું કે બીએનપી અને બલુચિસ્તાનની જનતા માટે એક વધુ કાળો દિવસ ,જેહરીની હત્યાથી અમે નિસહાય થયા છીએ,શહીદ જેહરી અને તેના મિત્ર તથા નિર્દોષ પૌત્ર ની મોડીરાત્રે નિર્મમ હત્યાના સમાચાર સાંભળીને સ્તબ્ધ થયો છું,

(12:00 am IST)