Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દિલ્હીની એમ્સમાં આગ ભભૂકી :34 ફાયર ફાયટરો પહોંચ્યા: ઈમરજન્સી વિભાગ બંધ કરાયો

એઈમ્સના સેકન્ડ ફ્લોર પર સ્થિત પીસી બ્લોકમાં આગ ;શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું તારણ

નવી દિલ્હી :દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં આગ ભભૂકી છે  આગ પર કાબૂ મેળવવા 34 ફાયરબ્રિગેડની મદદ લેવાઈ રહી છે.

  પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. એઈમ્સમાં આગ લાગ્યાં બાદ ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આગની ભયાનકતાને જોતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એઈમ્સનો ઈમરજન્સી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે.

 મળતી વિગત મુજબ આગ એઈમ્સના સેકન્ડ ફ્લોર પર સ્થિત પીસી બ્લોકમાં લાગી છે

   અત્રે ઉલેલ્ખનીય છે કે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ છે. ત્યારે તેમની તબિયત જોવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય વીવીઆઈપીઓ મુલાકાત લઈ રહ્યાં છે. તેવામાં ત્યાં આગ લાગવાની ઘટના તંત્ર માટે પડકારરૂપ છે.

(10:48 am IST)