Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજૌરીમાં પાકિસ્તાનો ફરી વખત ભીષણ ગોળીબાર : જવાન શહીદ

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ ફુંકાઈ : કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ અંકુશ રેખા તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કરી પાકનો સતત ગોળીબાર : સ્થિતિ વિસ્ફોટક

રાજૌરી,તા.૧૭ : જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે  તમામ પ્રયાસ કરી રહ્યું છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યોછે. જો કે ભારત દ્વારા પાકિસ્તાનની તમામ હરકતનો યોગ્ય જવાબમાં આપવામાં આવી રહ્યો છે. આજે ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરની પાસે યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની સેનાના ગોળીબારમાં એક જવાનો પ્રાણની આહુતી આપી હતી. બીજી બાજુ પાકિસ્તાન તરફથી સરહદને સળગતી રાખવાનો પ્રયાસ થઈ રહ્યા છે.

         ગુરુવારના દિવસે કેરન સેક્ટરમાં ઘુસરખોળીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો. સરહદ પાર પાકિસ્તાનની અનેક ચોકીઓને ફુકી દેવામાં આવી છે. અનેક પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.જો કે પાકિસ્તાનની સેનાએ હજુ સુધી તેના ચાર જવાનોના મોત થયા હોવાની કબુલાત કરી છે. પાકિસ્તાન સેનાએ ત્રાસવાદીઓને ઘુસાડવાનો પ્રયાસો જારી રાખ્યા છે. પાકિસ્તાની સેનાનો હેતુ ઘુસણખોરી કરી રહેલા ત્રાસવાદીઓને મદદ કરવાનો રહેલો છે. થોડાક દિવસ પહેલા જ ભારતીય સુરક્ષા દળોએ ઘુસણખોરી કરી છુપો હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો. એ વખતે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમના સાત કમાન્ડો માર્યા ગયા હતા. પાકિસ્તાને સર્જિકલ સ્ટાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઇકમાં થયેલા નુકસાનની વાત પણ અગાઉ કબુલ કરી ન હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એમ કહીને ઉશ્કેરીજનક કુત્ય કરવાના પ્રયાસ કર્યા છે કે, ભારતીય સેના પોકમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.

         આ હુમલો બાલાકોટ એર સ્ટ્રાઈક કરતા પણ વધારે ઘાતક રહેશે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે સામ-સામે આ ગોળીબારમાં ભારતના એક જવાન શહીદ થયા છે. શનિવારે સવારે અંદાજે ૬.૩૦ વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં આવેલી સેનાની ચોકીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પાકિસ્તાન આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે સતત સીમા પર ફાયરિંગ કરી રહ્યું છે. ગુરુવારે સવારે સાત વાગે પણ જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પણ પાકિસ્તાને અચાનક સેનાની ચોકીઓને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો.

          જિલ્લામાં મેંઢર સબ ડિવીઝનની કૃષ્ણા ખીણ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સીમા પર આવેલા ગામડાઓમાં ગોળીબાર કર્યો હતો. તેનાથી ગ્રામીણો વચ્ચે હોબાળો થઈ ગયો હતો. સેનાએ મોર્ચો સંભાળીને પાકિસ્તાનની હરકત પર જવાબ આપવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીઓકેના બટ્ટલમાં પાકિસ્તાની સેનાના અંદાજે એક ડઝનથી વધારે જવાનોના મોત થયા હતા. ત્યારપછી સીમા પારથી ગોળીબાર બંધ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન અધિકૃત બટ્ટલમાં ૧૨થી વધુ જવાનના મોત થયા હતા. આ ઘટના પછી આઈબી અને એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી હતી. સરહદ પર ગોળીબારનો દોર યથાવત જારી રહ્યો છે.

(12:00 am IST)