Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેલીફોર્નિયાના બુઆના પાર્કમાં આવેલ જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયામાં શ્રી ચંપકભાઇ મહેતાની ત્રણ દિવસની પંચસૂત્ર શિબિરનુ કરવામાં આવેલુ આયોજનઃ જેન સંઘના ભાઇ બહેનોને આ શિબિરનો લાભ લેવા માટે સંચાલકોની નમ્રવિનંતીઃ આ શિબિરમાં જૈન ધર્મનો સારનો પણ સમાવેશ કરવામાં આવેલ છે અને ચંપકભાઇ મહેતા પોતાની સરળ શૈલીમાં તેની જરૃરી સમજ આપશે

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ કેલીફોર્નિયાના બુઆના પાર્કમાં આવેલ જૈન સેન્ટર ઓફ સંઘને કેલીફોર્નિયાના આરાધના ભવનમાં ત્રણ દિવસના સમય માટે એક પંચસત્ર શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે અને તેની શરૃઆત ઓગષ્ટ માસની ૧૭મી તારીખથી થઇ છે. અને તેની પૂર્ણાહૂતિ ૧૯મી ઓગષ્ટના રોજ થશે.

ઓગષ્ટ માસની ૧૭મી તારીખને શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીની શિબિરના પ્રથમ સૂત્રમાં જૈન ધર્મનો સાર આવી જાય છે જયારે અન્ય બે દિવસો દરમ્યાન અત્ર સૂત્રોની સમજ આપવામાં આવશે.

શિબિરના બીજા બે દિવસનો સમય સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીનો રહેશે અને ત્યાર બાદ લંચનો સમય રહેશે અને એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન બે કલાકની સેશન ચાલશે. અને છેલ્લા દિવસે રવીવારે આ શિબિરની પૂર્ણાહુતિ થશે અને તેનો સમય પણ ઉપરોકત શનીવાર મુજબનો રહેશે.

આ અંગે કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી પરંતુ શનીવાર તથા રવીવારના રોજ બપોરના સમય દરમ્યાન હળવો અલ્પાહાર આપવામાં આવશે.

આ અંગે શિબિરાર્થીને જણાવવાનુ કે તેમણે શિબિર અંગે રજીષ્ટ્રેશન કરાવવાનુ રહેશે અને સેન્ટરની વેબસાઇટનો ઉપયોગ કરીને તે ભરી શકાશે અથવા જૈન સેન્ટરને સંપર્ક કેળવવા તમામને વિનંતી કરવામાં આવે છે.

(8:49 pm IST)
  • મહિસાગર જિલ્લામાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુખ્યાત આરોપી સાજિદનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ કુખ્યાત આરોપી ચોરી કરવા જતો હતો ત્યારે પોલીસે તેને રોક્યો હતો. જોકે, તેણે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. પેટ્રોલિંગ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો હતો. જેથી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • રાજકોટમાં રાત્રે 12 વાગ્યાથી એકધારો વરસાદ વરસી રહયો છે : રસ્તાઓ સતત ભીના : નીચાળવાળા વિસ્તારોમાં પાણીઃ વહેલી સવાર સુધી વરસાદ ચાલું access_time 12:58 am IST

  • સાંજે ૪ વાગ્યા બાદ રાજકોટમાં પવન સાથે જોરદાર વરસાદ શરૂ access_time 4:09 pm IST