Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

દેશ-વિદેશ કેરળ પૂરગ્રસ્તોની મદદે :ગુગલ અને ફેસબુક પણ બચાવ ટુકડીની વ્હારે

પૂરપીડિતોની મદદ માટે યુએઈએ એક સમિતિની પણ રચના કરી

નવી દિલ્હી :કુદરતી આફતનો સામનો કરી રહેલા કેરળ રાજ્યની મદદ માટે દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાંથી હાથ આગળ આવી રહ્યા છે. એક તરફ ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગુગલ અને ફેસબુક રેસ્ક્યુ ઓપરેશનમાં કેરળ સરકાર અને બચાવ ટૂકડીઓની મદદ કરી રહ્યા છે.

  બીજી તરફ સંયુક્ત અરબ અમિરાત (UAE)એ પણ કેરળની મદદ માટે તૈયારી દર્શાવી છે. પૂરપીડિતોની મદદ માટે યુએઈએ એક સમિતિની રચના કરી છે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદે શુક્રવારે ટ્વીટ કરીને લોકોને પૂર પીડિતોની મદદ માટે આગળ આવવા માટેની અપીલ કરી છે.   

(8:19 pm IST)