Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે

૨૩-૨૪મી ઓગસ્ટના દિવસે ઉપસ્થિત થવા માટે હુકમઃ એમ્સના તબીબો સામે સમન્સ જારી કરાયા

ચેન્નાઈ, તા.૧૮  : તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી  જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૃમુગસ્વામી કમિશને એમ્સના ત્રણ તબીબો સામે સમન્સ જારી કર્યા છે. ચેન્નાઈમાં અપોલો હોસ્પિટલ ખાતે જયલલિતાની સારવાર આ તબીબો કરી રહ્યા હતા. ૨૩ અને ૨૪મી ઓગસ્ટના દિવસે તેમને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પુલમોનોલોજીના જીસી ખીલનાની અને એનએસ્થીસીયોલોજીના પ્રોફેસર અંજનત્રીખા તેમજ કાર્ડિયોલોજીના પ્રોફેસર નીતિશ નાયકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ તબીબો નિયમિત રીતે અપોલો હોસ્પિટલમાં ૨૨મી સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે પહોંચતા હતા. તે વખતે જયલલિતા સારવાર લઈ રહ્યા હતા. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાંથી નિષ્ણાતોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. કમિશનના સાક્ષીઓને પણ બોલાવવામાં આવી રહ્યા છે. સમન્સ પણ જારી કરવામાં આવી ચુક્યા છે. સ્વીકારી પણ લેવામાં આવી ચુક્યા છે. હજુ સુધી કમિશનના ૭૫ સાક્ષી અને અન્ય સાતને સ્વૈચ્છિક રીતે બોલાવીને ચકાસણી કરવામાં આવી ચુકી છે. વીકે શશીકલાના વકીલો દ્વારા ૩૦થી વધુની ઉલટ તપાસ કરવામાં આવી ચુકી છે. અત્રે નોંધનિય છે કે અપોલો હોસ્પિટલના ડઝન જેટલા તબીબો સાક્ષી તરીકે રહ્યા છે. કેટલાક નિવૃત થઈ ચુક્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં તમિલનાડુ સરકારે પેનલની રચના કરી હતી. જેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પેનલની ચોક્કસ શરતો રહેલી છે. જયલલિતાના મામલામાં તપાસનો દોર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નવા લોકોએ સંભાળી લીધા બાદ તપાસની માંગ ઉઠી હતી. શંકાઓ પણ ઉભી થઈ રહી છે. સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી ચુકી છે.

(7:31 pm IST)