Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેરળ : વિનાશક પુરની સાથે

છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી વિનાશક પુરની સ્થિતી

કોચિ, તા, ૧૮  : પુરગ્રસ્ત કેરળમાં સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેરળના પાટનગર થિરૂવનંતપુરમ ખાતે પહોંચી ગયા હતા. ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતી માહિતી મેળવી હતી. આજે સવારે મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. કેરળમાં વિનાશક પુરની સાથે સાથે નીચે મુજબ છે.

   કેરળમાં કુદરતી હોનારતમાં મોતનો આંકડો આઠમી ઓગસ્ટ બાદથી ૧૯૪ થયો

   મે મહિના બાદથી કેરળમાં વરસાદ અને પુરથી ૩૨૪ના મોત

   વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે મોડી રાત્રે ૧૧ વાગ્યા કેરળના પાટનગર થિરૂવનંતપુરમ ખાતે પહોંચી ગયા હતા

   મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતી માહિતી મેળવી હતી

   મોદીએ મુખ્યમંત્રી વિજયન અને કેન્દ્રિય મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ૫૦૦ કરોડની સહાયતની જાહેરાત કરી

   ૫૦૦ કરોડની સહાય પહેલા ૧૦૦ કરોડની સહાયની રાજનાથસિંહ દ્વારા પણ જાહેરાત કરાઈ હતી

   મુખ્યમંત્રી વિજયનના કહેવા મુજબ બે હજાર કરોડનું નુકસાન થયું છે

   ૧૦૦ વર્ષના સૌથી ભીષણ પુર તરીકે આને જોવામાં આવે છે.

   વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૃપિયા આપવાની જાહેરાત કરાઈ

   વડાપ્રધાન દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું

   તમિલનાડુના આઈએએસ ઓફિસરો દ્વારા કેરળ પુર રાહત માટે એક દિવસનો પગાર અપાશે

   ઓરિસ્સા દ્વારા ૨૪૦ ફાયર સર્વિસ કર્મીઓ મોકલવામાં આવ્યા

   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં બે કરોડ રૃપિયા અપાયા

   કેરળમાં બેન્ક દ્વારા અપાતી સેવા ઉપર ફી અને ચાર્જમાં છૂટછાટો અપાઈ

   કેરળમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે

   એનડીઆરએફની કુલ ૫૮ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે

   પુરગ્રસ્ત ઓરિસ્સામાં હજુ સુધીનું સૌથી મોટુ ઓપરેશન હાથ ધરાયું

   કેરળમાં ૨૦૦૬ બાદથી એક રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં એનડીઆરએફની ટીમ ગોઠવવામાં આવી

   ૩૬ લોકો પુર અને ભારે વરસાદ બાદ લાપત્તા થયેલા છે

   ૭૦૦ જવાનો અને ખાસ એન્જિનિયરિગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે

   ૫૦ હજાર પરિવારના ૩.૧૪ લાખ લોકો હજુ રાહત કેમ્પમાં છે

   ૧૫૬૮ રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે

   મે મહિના બાદથી મોતનો આંકડો વધીને ૩૩૦ ઉપર પહોંચ્યો

   છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહી છે

   આ ત્રાસદીમાં એક જ દિવસમાં ૧૦૬ લોકોના મોત બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે

   જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ હાલત ખરાબ છે

   રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. 

   નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે

   દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે

   કેરળમાં જુદી જુદી સરકારો દ્વારા પણ સહાયતાની જાહેરાત કરવામાં આવી

   ગુજરાત સરકાર દ્વારા ૧૦ કરોડ રૃપિયાની રાહતની જાહેરાત

   મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ૨૦ કરોડની જાહેરાત

   ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ૧૫ કરોડની જાહેરાત

   ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસ દ્વારા પાંચ કરોડની સહાયતા

   ઓરિસ્સાના મુખ્યમંત્રી નલિન પટનાયક દ્વારા પાંચ કરોડની જાહેરાત

   દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ૧૦ કરોડની સહાયતા

   બિહારના મુખ્યમંત્રી નીતિશ દ્વારા ૧૦ કરોડની સહાયતા

(7:27 pm IST)