Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઇમરાન ખાને શપથ ગ્રહણમાં પોતાના બંને પુત્રોને આમંત્રણ નહીં આપતા સમર્થકો વ્યથિત

નવી દિલ્હી :ઇમરાન ખાને શનિવારે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા . ઇમરાનની પહેલી પત્ની જેમિમાના બે પુત્રો છે, તેઓને શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.

  પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇમરાનની પાર્ટીના સમર્થકો પોતાના નેતાના આ નિર્ણયથી વ્યથિત છે. સુલેમાન ઇસાનો જન્મ 1996 અને કાસિમનો ત્રણ વર્ષ બાદ એટલે કે, 1999માં જન્મ થયો હતો.

(6:59 pm IST)