Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેરળમાં પૂરને કારણે 2 લાખ લોકોનું સ્થળાંતર:3 લાખ લોકો બેઘર :રેસ્ક્યુ ઓપરેશન ;14 જિલ્લામાં રેડ એલર્ટ

કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોનાં મોત થયાં છે.14માંથી અગ્યાર જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ-એલર્ટ' બહાર પાડવામાં આવ્યું છે.

  સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી.શનિવારે વડા પ્રધાન મોદીએ તત્કાલ રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી, રાજ્ય સરકારોએ પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

  બચાવકર્મીઓ પણ ભારે વરસાદ તથા પહાડી વિસ્તાર હોવાના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.અત્યાર સુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો બે ઘર થયાં છે અને હજારો લોકોને તેમના ઘર છોડી કૅમ્પોમાં આશરો લેવો પડ્યો છે.

(6:31 pm IST)