Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લક્ષ્મણ રેખા એ રક્ષણ રેખા છે, શાસ્ત્રોની આજ્ઞા મુજબ જીવવાથી જીવન સલામત

અમેરિકામાં ગુરૂકુળના ઉદ્ઘાટન પ્રસંગે મહિલા સમુદાયને સંબોધતા જયાબેન બાબરિયા

અમેરિકાના ટેકસાસ રાજયના ડલાસ શહેર ખાતે નવનિર્મિત શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ઉદઘાટન નિમિતે યોજાયેલ મહિલા મંચની તસ્વીર.

 

રાજકોટ તા. ૧૮ :.. લક્ષ્મણ રેખા એ રક્ષણ રેખા છે. સીતાજીએ તેનું ઉલ્લંઘ કર્યુ તો હરણ થયું. ભગવાન અને શાસ્ત્રીએ આપેલ આજ્ઞાઓ, નિયમો પ્રમાણે રહેવાથી જીવનની સેફટી છે. ટ્રાફીકના રેડ, ગ્રીન સીંગ્નલો પ્રમાણે ચાલે, વાહન ચલાવે તો સેફટી છે. એમ આજે શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ યુએસએ ડલાસના ઉદઘાટન પ્રસંગે ચાલતા મહોત્સવમાં મહિલા મંચ યોજાયેલ તે પ્રસંગે ગુરૂકુળ દ્વારા વિદેશોમાં ચાલતા મહિલા મંડળો તથા સત્સંગ કેન્દ્રોના મહિલા મંચને સંબોધતા મહિલા વીંગના પ્રેસીડન્ટ શ્રીમતી જયાબેન બાબરીયાએ કહયું હતું.

મહિલાએ જોબની સાથે સંતાન અને પરિવારની  સંભાળ રાખવાની સાથે  સત્સંગની વાતો અને બાળકોમાં નાની વયથી સત્સંગ અને સંસ્કૃતિના સંસ્કાર રેડવા. અહીં ઘણી માતાઓ બેઠા છે કે જેના બાળકોએ આ સ્ટેજ ઉપર સત્સંગની કવીઝ, પ્રશ્નોતરી રૂપક, નૃત્ય, અંતાક્ષરી ડ્રામા વગેરે પ્રસ્તુત કર્યા છે.

આજે અહીં ડલાસ ગુરૂકુળના ઉદઘાટનને મૂર્તિ પ્રતિષ્ઠા પર્વે ત્રણ કલાક સુધી યોજાયેલ ભકિત મહિલા મંચમાં ફકત મહિલઓએ જ પ્રવચન, વ્યાખ્યાન, કવીઝ, પ્રશ્નોતરી, અત્યાક્ષરી, હીંડાળા ઉત્સવ, રૂપક ડ્રામા વગેરે આલિકા મંડળ, પ્રવૃતિ મંડળ તેમજ મહિલા મંડળના સભ્યોએ રજૂ કરી ભગવાનનો રાજીપો મેળવેલ.

આ પ્રસંગે ભારત, યુ.કે. કેેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશો તેમજ અમેરિકાના ડલાસ ઉપરાંત ન્યુજર્સી, વોશીંગ્ટન, શિકાગો, આટલાન્સ, ફિનીકસ વગેરે શહેરોના બાલિકા, યુવતી અને મહિલાઓ લાભ લેવા પધારેલા.

અત્રે યોજાયેલ રપ પચ્ચીસ કુંડી શ્રી મહવિષ્ણુયાગના દ્વિતીય દિવસે યજમાનોએ આહૂતિ આપેલ. સાથે સંતો શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામીએ પ્રવચન લાભ આપેલ. પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ સત્સંગીજીવન કથાનું રસપાન કરાવેલ હતું.

(3:26 pm IST)