Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મહારાષ્ટ્રના નંદુરબારમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો :મોટાભાગની નદીઓમાં ઘોડાપુર:ગુજરાતથી મહારાષ્ટ્ર જતા વાહનોને ડાયવર્ટ કરાયા

કિનારાના ઘરોમાં ઘુસ્યા પાણી.ઘુસ્યા : જિલ્લા કલેક્ટર સાથે નગર પાલિકા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા વાહનોને ડાયવર્ટ કરાયા છે. નવાપુરના પાનબારામાં પણ ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર છે. પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસે સરપની નદીઓમાં ઘોડાપુર છે. અતિવૃષ્ટિને કારણે સુરતથી ધુલિયા અને નંદુરબાર જતી બસોના રૂટને બદલવામાં આવ્યા છે. નવાપુરથી ચારણમાળ થઈને ધુલિયા તરફ પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ઘોડાપુરના કારણે નદી કિનારાના ઘરોમાં પાણી ઘુસ્યા છે. નંદુરબાર જિલ્લા કલેક્ટર સાથે નગર પાલિકા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે છે.

સાક્રિ તાલુકાની પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસે સરપની નદીઓમાં પણ ઘોડાપુર આવ્યા છે અતિવૃષ્ટિ ને કારણે સુરતથી ધૂળિયા અને નંદુરબાર તરફ જતી બસોના રૂટ ફેરવ્યા છે નવાપુરથી ચારણમાળ થઈ ધૂળિયા તરફ પ્રવાસ કરવા વહીવટી સૂચના.અપાઈ છે ઘોડાપુરના કારણે નદી કિનારાના ઘરોમાં પાણી ઘુસ્યા છે

(1:02 pm IST)