Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પોસ્ટલ પેમેન્ટ્સ બેન્કનું લોન્ચિંગ પાછળ ઠેલાયું

અટલબિહારી વાજપેયીના નિધનથી સાત દિવસનો રાષ્ટ્રીય શોક

નવી દિલ્હી તા. ૧૮ : દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન નિમિત્તે સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાળવાનો હોવાથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB)નું લોન્ચિંગ મોકુફ રાખવામાં આવ્યું છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૧ ઓગસ્ટે IPPB નું ઉદઘાટન કરવાના હતા. નવી તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ સાધનોએ જણાવ્યું તું.

નવર્ષની સંપૂર્ણ મુદત પૂરી કરનારા સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન વાજપેયી હતા, જેમનું ગુરૂવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. તેમની ઉંમર ૯૩ વર્ષની હતી.

સરકાર દેશમાIPPBની ૬પ૦ શાખાઓ લોન્ચ કરવા માંગે છે.

દેશની બધી ૧.પપ લાખ પોસ્ટ-ઓફિસો આ વર્ષના અંત સુધીમાં IPPB સાથે જોડીનેદેશનું સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક સર્જવામાં આવશે. દેશમાં ગામડામાં ૧.૩ લાખ પોસ્ટ-ઓફીસો છે, જે એમની આસપાસમાં ગામડાંને આવરી લેશે. આમ IPPBની સર્વિસિસ બધાં ગામડાંમાં ઉપલબ્ધ કરી શકાશે.(૬.૬)

(11:26 am IST)