Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સરકારે ૧ર જંતુનાશક દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકયો

છ દવાઓ પર ર૦ર૦માં પ્રતિબંધ મૂકવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૮ : કેન્દ્ર સરકારે દેશમાં ખેતીમાં વપરાતી જંતુનાશક દવાના વપરાશથી થતી આડઅસરોને રોકવાના હેતુસર એનો વપરાશ ઘટાડવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે અને હાલ તાત્કાલીક અસરથી ૧ર જંતુનાશક દવાના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો છે. ખાસ કરીને આ દવાઓ માણસો અને પશુઓને પણ નુકસાનકર્તા છે સરકારે બીજી છ જેટલી દવા પર ડિસેમ્બર-ર૦ર૦ થી પ્રતિબંધ મુકવાની પણ જાહેરાત કરી હતી.

સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની એક કમીટી ર૦૧૩માં રચવામાં આવી હતી, જેમાં કુલ ૬૬ જેટલી દવાઓ વિશે રિપોર્ટ તૈયાર કરવાનું કૃષિમંત્રાલયે જણાવ્યું હતું. એ સંદર્ભમાં ૧૮ જેટલી દવાઓ પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. કૃષિ મંત્રાલયે જે ૬૬ દવાઓ વિશે અભિપ્રાયો માગ્યા હતા એ દવાઓ વિશ્વમાં એક કે એનાથી વધુ દેશોમાં પ્રતિબંધ છે, જેનો ભારતમાં ઉપયોગ કરવો કે નહી એ વિશે કમીટીની રચના કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે અઢી વર્ષના સમયગાળા બાદ આમાંથી ૧૮ દવાઓ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવાનું નોટિફિકેશન બહાર પાડયું છે.

સરકારે જાહેર કરેલા નવા નોટિફિકેશન પ્રમાણે ૧ર દવાનું ઉત્પાદન, આયાત, ટ્રાન્સપોર્ટ, વેચાણ અને વપરાશ કરી શકશે નહીં. જો આ નિયમનો કોઇ ભંગ કરશે તો તેના પર કાયદાકિય રીતે કડક પગલાં લેવામાં આવશે.

જે દવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એમાં અનેક એવાં કેમિકલ મળી આવ્યા હતા જે માનવી અને પશુઓ બન્નેને નુકસાન કર્તા હતા. આરોગ્ય સાથે ચેડાં થઇ શકે એ પ્રકરની દવા પણ હતી.

સરકાર દ્વાા ભલામણ કરવામાં આવેલી ૬૬ દવાઓમાંથી ૪પ દવાઓ એવી છે જેનો બીજા દેશમાં પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં હજી વપરાશ ચાલુ રહેશે.ે(૬.૭)

(11:26 am IST)