Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અંતિમસંસ્કારની સાથે સાથે

ત્રણેય સેનાઓ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ અપાઈ

         નવી દિલ્હી,તા. ૧૭ : અટલ આત્મા પરમાત્મામાં વિલિન થઇ જતાં દેશભરમાં તેમના કરોડો સમર્થકો દુખમાં ગરકાવ દેખાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુત્રી નમિતાએ અગ્નિદાહ આપ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સ્મૃતિ સ્થળ પર વાજપેયીના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેઓ પંચ મહાભૂતોમાં વિલિન થયા હતા. અંતિમ સંસ્કારની સાથે સાથે નીચે મુજબ છે.

*    અટલ આત્મા પરમાત્મામાં વિલિન થયો ત્યારે લાખો લોકોના ચહેરા ઉપર ગમગીની હતી

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ભાવનાશીલ દેખાયા

*    પુત્રી નમિતા દ્વારા અંતિમ અગ્નિદાહની વિધિ કરવામાં આવી

*    સ્મૃતિ સ્થળ ઉપર વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

*    ગઇકાલે ગુરૂવારના દિવસે લાંબી માંદગી બાદ અવસાન થયા પછી વાજપેયીના પાર્થિવ શરીરને સાંજે જ તેમના આવાસ પર લઇ જવાયો હતો

*    પાર્થિવ શરીરને રાત્રિ ગાળામાં આવાસ ઉપર રાખવામાં આવ્યો ત્યારે રાત્રિ દરમિયાન સમર્થકો અને નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી

*    વાજપેયીના આવાસ ઉપર પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ નેતાઓ પહોંચ્યા જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ થાય છે

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આવાસ પર શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા

*    પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા

*    રાત્રે પાર્થિવ શરીરને આવાસ પર રખાયા બાદ સવારે ભાજપ હેડક્વાર્ટર ખાતે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને સવારે રાખવામાં આવ્યો

*    ભાજપ હેડક્વાર્ટર પર પણ તમામ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી

*    ભાજપ હેડક્વાર્ટરથી બપોરે વાજપેયીની અંતિમ યાત્રા શરૂ થઇ

*    આર્મીની ગાડીમાં વાજપેયીના પાર્થિવ શરીરને તિરંગા ધ્વજમાં લપેટીને લઇ જવામાં આવ્યા

*    વાજપેયીની અંતિમ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ ચાલતા ચાલતા પહોંચ્યા

*    વાજપેયીની અંતિમ યાત્રામાં સમર્થકો ઉમટી પડ્યા

*    વાજપેયીના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે જુદા જુદા દેશોની હસ્તીઓ પણ ઉપસ્થિત રહી

*    સ્મૃતિ સ્થળ ઉપર સેના પ્રમુખ બિપીન રાવત, નૌકા સેના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા, એરચીફ માર્શલ બિરેન્દ્રસિંહ ધનુઆ પણ શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા

*    ફ્રાન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભુટાન સહિતના દેશોએ પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

*    સ્મૃતિ સ્થળ પર વાજપેયીના અંતિમ સંસ્કાર વેળા તેમની યાદગાર કવિતા સંભળાવવામાં આવી

*    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ, કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ, આનંદ શર્મા પણ સ્મૃતિ સ્થળ પર પહોંચ્યા

*    કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ સ્મૃતિ સ્થળ પર પહોંચ્યા

*    વાજપેયીની અંતિમ યાત્રામાં લોકોએ ફુલોનો વરસાદ કર્યો

*    ભાજપના પીઢ નેતા અડવાણીએ પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

*    સશસ્ત્ર અધિકારીઓએ પણ વાજપેયીના પરિવારના સભ્યોને તિરંગો ધ્વજ સોંપ્યો

*    પાકિસ્તાનના કાયદામંત્રી અલી જફર, અફગાનના પૂર્વ પ્રમુખ હમીદ કરઝાઈ, શ્રીલંકાના કારોબારી વિદેશમંત્રી લક્ષ્મણ કેરિલા ઉપસ્થિત રહ્યા

*    વાજપેયીને અંતિમ સલામી આપવામાં આવી

*    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સ્મૃતિ સ્થળ ઉપર પહોંચ્યા

(7:21 pm IST)