Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કેરળમાં લેઝર ટ્રેકિંગ વેળાએ પર્યટકોને લઇ જતી જીપ પલ્ટી ખાઈ જતા ગુજરાતી યુવકનું કરૂણમોત

કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશનમાં જીપને અકસ્માત: બે લોકોને ઇજા

કેરળના પ્રવાસન સ્થળે લેઝર ટ્રેકિંગ દરમિયાન ગુજરાતી યુવકનું કરૂણમોત નીપજ્યું છે  જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. પ્રવાસીઓને લઇને જતી જીપ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો
   મળતી વિગત મુજબ કેરળ જિલ્લાનો કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે જ મુસાફરોને લઇને જતી જીપને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાતમી મૂળના 44 વર્ષીય દિપક સિંહનું મોત થયું હતું. અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોને કોટ્ટયમ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(11:38 pm IST)