Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

હવે ફાસ્ટ ટેગ વગર હાઇવે પર ગાડી ચલાવવી અશક્ય બનશે :નવા વાહનોના વેચાણ સમયે જ ટેગ ફરજિયાત

ચાર મહિનામાં તમામ વાહનોમાં ફાસ્ટ ટેગ સાથે જોડાઈ જશે : 58 લાખ ફાસ્ટ ટેગ વિતરણ થઇ ગયા

નવી દિલ્હી : હવે ફાસ્ટ ટેગ વગર હાઇવે પર ગાડી ચલાવવી અશક્ય બનશે ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર થનાર ટ્રાફિક જામમાંથી છુટકારો અપાવવા માટે બધા વાહનોને ચાર મહિનાની અંદર ફાસ્ટ ટેગ સાથે જોડવાની જાહેરાત કરી છે

 . નિતિન ગડકરીએ  કહ્યું કે ફાસ્ટ ટેગ લગાવવાથી ફાસ્ટ ટેગ લગાવવાથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપનાર વાહનોની લાઇન ખતમ થઇ જશે. એટલા માટે ચાર મહિનામાં બધા વાહનો ફરજિયાતપણે આ ટેગ લગાવવા માટે કહ્યું છે. નવા વાહનો પર વેચાણ સમયે જ ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે

   તેમણે કહ્યું કે અત્યાર સુધી 58 લાખ ફાસ્ટ ટેગ વિતરણ કરવામાં આવ્યા છે. આ ટેગ લગાવવાથી વાહનોને ડિજિટલ રીતે ટોલ ટેક્સની ચૂકવણી કરવી પડે છે અને તેની રકમ પહેલાં જ લેવામાં આવે છે એટલા માટે આ ટેગ સાથે જોડાયેલા વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નથી. તેમણે કહ્યું કે નેશનલ હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટોલ આપવા માટે વાહનોની લાંબી લાઇનો લાગશે નહી, તેના માટે નવા અને સારી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. 

(11:31 pm IST)
  • અમદાવાદમાં જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ: ગુજરાતનો પ્રથમ કિસ્સો : જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ બાળકીને જન્મ આપ્યો: થેલેમેસીયા પીડિત યુવતી માતા બન્યાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીએ જણાવ્યું :દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની access_time 1:15 am IST

  • ઝાલોદમાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો : પ્રોહિબિશનના આરોપીને માર નહિં મારવા માટે ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા access_time 5:01 pm IST

  • વર્લ્ડકપ હિરો જેશન રોયને મળ્યુ ટેસ્ટ ટીમમાં સ્થાન : પહેલી ઓગષ્ટથી શરૂ થનારી એશિઝ સિરીઝની તૈયારી માટે વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ રમશે ૨૪ જુલાઈથી આયરલેન્ડ સામે ૪ દિવસથી ટેસ્ટ મેચ access_time 1:07 pm IST