Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભારત તરફથી કુલભુષણ જાદવને છોડી મૂકવા અને પાકિસ્તાનની લશ્કરી કોર્ટના ચૂકાદાને રદ કરવાની માગણી ઇન્ટરનેશનલ કોર્ટે માન્ય ન રાખી

વીએના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢીઃ કુલભુષણને ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યો છે

હેગાઃ નેધરલેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૧૭ જુલાઈએ ભારતને મોટી જીત મળી હતી. આઈસીજીએ ન માત્ર કુલભૂષણ જાદવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી બલકે પાકિસ્તાનને આદેશ આપ્યો કે તેઓ જાદવને કાઉન્સલરને મળવા દયે.   આઈસીજેની ૧૬ જજોની બેંચે ન માત્ર પાકિસ્તાનને વિએના કનવે્શનના ઉલ્લંદ્યન પર ફટકાર લગાવી બલકે પાકિસ્તાનના બધા જ તર્કને પણ  ફગાવી દીધા. આઈસીજેએ પાકિસ્તાનના આ તર્કને પણ ફગાવી દીધો કે ભારતે આ સંસ્થાનો પ્રયોગ પોતાની રાજનૈતિક મંશા માટે કર્યો છે.

 દરમિયાન મળતી વિગતો મુજબ માત્ર ૧ રૂપિયો ફી લઈ  ભારતના પ્રથમ હરોળના સુપ્રિમકોર્ટના ધારાશાસ્ત્રી શ્રી હરીશ સાલવેએ કુલભૂષણ જાદવનો જીવ બચાવ્યો છે.

 આઈસીજેની અધિકારી રીમા ઉમરે આ સમગ્ર મામલે ટ્વીટ કરી વિસ્તારથી જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આઈસીજેએ ભારતના પક્ષમાં ફેસલો લીધો. કોર્ટે જાદવને કાઉન્સલર એકસેસનો અધિકાર આપવાનું જણાવી આને તેમને મૌલિક અધિકાર ગણાવ્યો છે. કોર્ટે પાકિસ્તાનને આદેશ આપ્યો કે તે મોતની સજાના ફેસલા પર પુનર્વિચાર કરે. ઈન્ડિયન નેવીમાંથી કમાન્ડર રેંક સુધી  પહોંચી રિટાયર થયેલ કુલભૂષણ જાદવને પાકિસ્તાને એપ્રિલ ૨૦૧૭માં મોતની સજા સંભળાવી હતી.

  આંતરરાષ્ટ્રીય કોર્ટે જો કે ભારત તરફથી કુલભુષણ જાદવની રિહાઈની માંગણી કરી પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટના ફેસંલાને રદ્દ કરવા અને જાદવને સુરક્ષીત ભારતને પરત સોંપવાની માગણી માનવાની ઈનકાર કરી દીધો હતો.  રીમા ઉમર, સાઉથ એશિયા માટે ઈન્ટરનેશનલ લીગલ એડવાઈઝર છે. કોર્ટે એમ પણ કહ્યું કે જાદવની મોતની સજા ત્યાં સુધી યથાવત રાખવી જયાં સુધી પાકિસ્તાન અસરકારક રીતે પોતાના ફેસંલા પર પુનર્વિચાર ન કરે.

 કોર્ટે માન્યું કે પાકિસ્તાને કાઉન્સીલરની સવલત ઉપલબ્ધ ન કરાવી વિએના કનવન્શનના આર્ટિકલ ૩૫ (૧)નો ઉલ્લંખન કર્યો છે.

 ભારતે આઈસીજેમાં પાંચ બિંદુઓ અંતર્ગત અપીલ કરી હતી. ભારતે કાઉંસલર એકસેસ, મોતની સજા ખતમ કરવા, અસૈન્ય કોર્ટમાં સામાન્ય કાનૂનો અંતર્ગત તેમનો નિષ્પક્ષ ટ્રાયલ કરવા, તેમના માટે કાનૂની પ્રતિનિધિની વ્યવસ્થા કરવા ઉપરાંત જાદવની રિહાઈની માંગણી પણ કરી હતી. પાકિસ્તાને  ભારતનો કુલભુષણ જાદવને કોઈ અજાણી જગ્યાએ રાખ્યો છે.

(4:23 pm IST)