Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પાકિસ્તાને દરેક આંતરરાષ્ટ્રીય નિયમ તોડયાઃ વિદેશમંત્રી

રાજ્યસભામાં એસ. જયશંકરે આઈસીજેના નિર્ણયની માહિતી આપી : એક વખત ફરીથી કુલભૂષણ જાધવને પાકિસ્તાન છોડી દે એવી માંગણી કરીએ છીએ

નવી દિલ્હી :. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માંથી મળેલ મોટી જીતથી આખા દેશમાં ખુશીની લહેર છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ પ્રસન્નતા વ્યકત કરતાં રાજયસભાને આઇસીજેના નિર્ણયની માહિતી આપી. સાથો સાથ પાકિસ્તાનથી જાધવને છોડવાની માંગણી કરી. જયશંકરે કહ્યું કે આપણે એક વખત ફરીથી પાકિસ્તાનને કહીએ છીએ કે તેઓ કુલભૂષણ જાધવને છોડી દે.

તેમણે કઠિન પરિસ્થિતિઓમાં જાધવના પરિવારના સાહસના વખાણ કર્યા અને ગૃહ અને આખા રાષ્ટ્રની તરફથી એકજૂથતાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દા પર ભારતની જીતથી આખું ગૃહ ખુશ હશે એ નક્કી છે. તેમાં કોઇ શંકા નથી કે ગૃહ જાધવના પરિવારની સાથે એક થઇને ઉભો છે. તેમને કઠિન પરિસ્થિતિઓમાં સાહસની મિસાલ રજૂ કરી છે. અમારું આશ્વાસન છે કે સરકાર જાધવની સુરક્ષા માટે આગળ પણ કઠિન પ્રયાસ કરતી રહેશે.

વિદેશ મંત્રીએ કહ્યું કે ૨૦૦૭માં સરકારે ગૃહમાં સંકલ્પ લીધો હતો કે જાધવની સુરક્ષા સુનિશ્યિત કરવાની દરેક શકય કોશિષ કરાશે. સરકારે આ દિશામાં અથાગ પ્રયાસ કર્યા જેમાં આઇસીજેમાં જવાનો કાયદાકીય માધ્યમ પણ સામેલ છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે ગૃહ સરકારના આ તમામ પ્રયાસોના વખાણ કરશે. ખાસ કરીને હરીશ સાલ્વેના નેતૃત્વવાળી લીગલ ટીમની પ્રશંસા ચોક્કસ કરવી જોઇએ.

તેમણે ગૃહને યાદ અપાવી કે કુલભૂષણને પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે મનદ્યડત આરોપોમાં ફાંસીની સજા સંભળાવી હતી. આવું કુલભૂષણને કોઇપણ પ્રકારના કાયદાકીય પ્રતિનિધિ ઉપલબ્ધ કરાયા વગર લીધો, જે કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમોના અનુસાર જરૂરી છે. તેમણે કહ્યું કે ગઇકાલનો નિર્ણય માત્ર ભારત અને જાધવની જ જીત નથી પરંતુ એ બધાની છે જે કાયદાનું શાસન અને આંતરરાષ્ટ્રીય સંધિઓની જોગવાઇઓમાં વિશ્વાસ કરે છે.

જયશંકરે કહ્યું કે ભારત સરકારે કુલભૂષણની સુરક્ષા સુનિશ્યિત કરવા માટે આઇસીજેનો દરવાજો ખખડાવ્યો. આઇસીજે એ કુલભૂષણની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે કહ્યું કે અમે કોર્ટને જાધવને સ્થાયી રાહત આપવાની પણ અપીલ કરી હતી જેના પર આઇસીજેના ૧૬- ૧૫ જજોએ એક સૂરમાં ભારતની દલીલને યોગ્ય માની. આઇસીજેના જે એક જજ ભારતની દલીલથી સહમત નહોતા તે પાકિસ્તાનના હતા. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને કોન્સ્યુલર રિલેશન્સ પર વિયના કાન્વેંસનું ઉલ્લંઘન કર્યું.

(3:31 pm IST)