Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બિહારમાં ભારે વરસાદ અને પૂરપ્રકોપને કારણે મૃત્યુઆંક 83 થયો :46 લાખ લોકોને અસર

એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ

બિહારમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 83 થયો છે. સીતામઢીમાં 17, અરરિયામાં 12 મધુબનીમાં 11, શિવહરના નવ અને પૂર્ણિયામાં લોકોને મોત થયા છે. પૂરના કારણે 46 લાખ લોકોને અસર થઈ છે. જેથી બિહારના 12 જિલ્લામાં 137 જેટલા રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. જ્યા અનેક લોકોને સલામત સ્થળને ખસેડવામાં આવ્યા છે.

  પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફે 125 જેટલી મોટરબોટને પૂરગ્રસ્ત વિસ્તારમાં ઉતારી છે. બિહારમાં દરભંગા, અરરિયા, મધુબની અને શિવહરમાં સૌથી વધારે વિકટ અસર પડી છે. પૂરના કારણે કમલા, બલાન, કોસી અને મહાનંદા નદીમા ઘોડાપૂર આવ્યું છે.

(12:27 pm IST)