Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બાંગ્લા લેખિકા તસલીમા નસરીને ૫ વર્ષ ભારતમાં રહેવા મંજુરી માંગી અને અમીતભાઇએ ૩ મહિના મંજુર કર્યા

અમિતભાઇ સમક્ષ તસલીમા એ આજીજી કરી કહયું કે રાજનાથજીએ મને કહેલ કે ૫૦ વર્ષ સુધી ભારતમાં રહી શકો છે!

નવી દિલ્હીઃ સુપ્રસિધ્ધ બાંગ્લાદેશી-સ્વીડીશ લેખીકા તસલીમા નસરીને ગૃહમંત્રી અમિતભાઇ શાહને પત્ર લખી ભારતમાં તેમના રોકાણની મુદત લંબાવી આપવા આભાર માન્યો છે. ટવીટ્ દ્વારા ૫૬ વર્ષના ફિઝીશ્યન-લેખિકા તસ્લીમાએ લખ્યું છે કે મેં વધુ ૫ વર્ષ ભારતમાં રહેવા મંજુરી માગેલ પરંતુ  મને માત્ર ૩ મહિનાની ગૃહખાતાએ મંજુરી આપી  છે. પૂર્વ ગૃહપ્રધાન રાજનાથ સીંહને જયારે હું મળેલ ત્યારે તેમણે મને ખાત્રી આપેલ કે મને ૫૦ વર્ષ ભારતમાં રહેવા મંજુરી અપાશે, મુદત લંબાવી દેવાશે.

મારૂ ઘર માત્ર ભારત છે. મને ખાત્રી છે કે આપ (અમિતભાઇ) મારી મદદે આવશો.

બાંગ્લાદેશની આ હિમતવાન લેખીકાએ ૧૯૯૩માં 'લજજા' (શરમ) પુસ્તક લખેલ જેના ઉપર બાંગ્લાદેશમાં પ્રતિબંધ લદાયેલ. અને તસ્લીમાનો જીવ લેવા ફતવો બહાર પાડતા તે ભારત નાસી આવેલ. તસલીમાએ હમેશ મહિલાઓ  ઉપર અત્યાચાર સામે અવાજ ઉઠાવેલ.

(11:36 am IST)