Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ન્યુયોર્કની વોલસ્ટ્રીટની શાન બન્યો વિશ્વનો સૌથી મોટો સોનાનો સિક્કોઃ વજન ૯૯૭ કિલોઃ કિંમત છે રૂ.૪૧૯ કરોડ

ન્યુયોર્કઃ એક ટન વજનનો વિશ્વનો સોનાનો સિક્કો હાલ ન્યુયોર્કની વોલસ્ટ્રીટની શાન બન્યો છે. આ સોનાનો સિક્કો પર્થ મીન્ટ દ્વારા બનાવવામાં આવેલ છે. આ સોનાનો સિક્કો ૯૯.૯ શુદ્ધ સોનાથી બનાવવામાં આવેલ છે. તેનું વજન ૯૯૭ કિલો છે અને તે આકારમાં ૮૦ સે.મી. પહોળો અને ૧૨ સે.મી. ઉંચો છે. આ સિક્કાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવેલ છે. ૨૦૧૨માં આ સોનાની સિક્કાની કિંમત ૩૧૫ કરોડ રૂપિયા હતી પરંતુ પીળી ધાતુના ભાવ વધવાથી હવે તેની કિંમત ૪૧૯ કરોડ થઇ છે. આ સિક્કાએ ન્યુયોર્કમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

(11:35 am IST)