Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ચીનમાં હેફી વાઇલ્ડલાઇફ પાર્કમાંથી ચિમ્પાઝીએ ભાગવાનો પ્રયત્ન કર્યોઃ કર્મચારીઓને લાત મારવા લાગ્યો

નવી દિલ્હી: જૂની કહેવત છે જંગલના જાનવરને પાંજરામાં બંધ કરી રાખશો તો એકને એક દિવસ તે પાંજરુ તોડી નાખશે અને એવો ઝડપી ફરાર થઇ જશે, જેની તમે કલ્પના પણ નહી કરી હોય... ચીનના હેફી વાઇલ્ડલાઇફ પા્કમાં પણ કંઇક આવું જ થયું છે, જેની ચર્ચા બધી તરફ થઇ રહી છે.

ચીનના આ પાર્કથી એક ચિમ્પાન્ઝીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. જે સમયે ચિમ્પાન્ઝી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે કેટલાક કર્મચારીઓ તેની સામે આવી ગયા અને તેને કાબુમાં કરવા લાગ્યા, જેનાથી તે ગુસ્સે ભરાયો અને તે લોકોને લાત મારી ભગાડવા લાગ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. જુઓ Video...

12 વર્ષીય ચિમ્પાન્ઝીનું નામ યાંગ યાંગ જણાવવામાં આવી રહ્યું છે. લાત માર્યાબાદ તે છત પર ચઢી ગયો હતો. જ્યાં તેણે ટ્રાન્સક્વિલાઇઝર ડાર્ટથી શોર કરવામાં આવ્યો અને પાંજરમાં પાછો છોડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા સમાચાર અનુસાર, પાંજરામાંથી ભાગવા માટે ચિમ્પાન્ઝીએ ઝાડનો ઉપયોગ કર્યો અને કુદવાનો પ્રયત્ન કરતા તે બહાર આવી ગયો હતો. જેને લઇ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(12:00 am IST)